બિલખામાં એકલવાયું જીવન જીવતા યુવાને ગળેફાંસો ખાધો

બીલખામાં એકલવાયું જીવન જીવતા યુવાને ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજયું હતું. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બિલખામાં નાગ્રેચાવાડી શેરી નં.૧ માં રહેતા ફિરોઝભાઈ હબીબભાઈ બેલીમ (ઉ.વ.૩૦) એકલો તેના ઘરે રહેતો હોય અને તેના લગ્ન થયેલા ન હોય અને એકલવાયું જીવન જીવતો હોય જેથી કોઈપણ અગમ્ય કારણોસર પોતાની મેળે ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો. બિલખા સીએચસીનાં ડો.કાનાણીએ પોલીસમાં આ અંગેની જાણ કરી હતી. ત્યારબાદ પીએસઆઈ એસ.કે. માલમે જરૂરી નોંધ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!