માનવ ઉપર હુમલાનાં બનાવોના પગલે હવે દીપડાને પણ સિંહની જેમ રેડીયો કોલર પહેરાવાની વન તંત્રની કવાયત

દીપડાની માનવ વસાહત તરફની મુવમેન્ટના સમય અને દિશાનો અભ્યાસ કરવા માટે વનવિભાગ દ્વારા તેના ગળે રેડીયો કોલર લગાવવાનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળને પાંચ દીપડાને આ રીતે રેડીયો કોલર લગાડીને અભ્યાસ કરવા માટેની મંજુરી આપવામાં આવી છે. જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળના સીસીએફ દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું કે, દર વર્ષે દીપડાને લીધે સરેરાશ ૧પ લોકોના મોત થતા હોય છે. જયારે ૪પ થી વધુ લોકોને દીપડા ઘાયલ કરે છે. આ સંજાેગોમાં દીપડાની મુવમેન્ટ ઉપર વોચ રાખવા અને તે માનવ વસાહતમાં ઘુસીને કોઈ માનવી ઉપર હુમલો ન કરે એ માટે રેડીયો કોલર લગાડવાની યોજના ઘડવામાં આવી છે. આ માટે એકમાત્ર ગીર અભ્યારણ્યમાં વિહરતા પ દીપડા ઉપર આ પ્રયોગ હાથ ધરવામાં આવશે. આ પ દીપડા એવા હશે જેમની માનવ વસાહતવાળા વિસ્તારમાં અવરજવરની ફરીયાદોને લઈને પાંજરે પુરવામાં આવ્યા હોય. આવા દીપડાને છોડતા પહેલાં તેને રેડીયો કોલર પહેરાવી દેવાશે. તાજેતરમાં જ અલીગઢ મુસ્લિમ યુનિ. દ્વારા સિંહ અને દીપડાના વસવાટ દ્વારા સિંહ અને દીપડાના વસવાટ ઉપર એક સંશોધન કરાયું હતું. જેમાં એવું તારણ નિકળ્યું હતું કે, બંને વન્ય જીવો જંગલમાં અલગ- અલગ સમયે વિહરવા નિકળે છે. જેમાં સિંહો મોટાભાગે જંગલના ખુલ્લા અને ગાઢ વિસ્તારમાં વિહરતા હોય છે. જયારે દીપડા ગાઢ એરીયા અને નદી અથવા પાણીના સ્ત્રોતની આસપાસ જ વસવાટ કરે છે. આથી બંને વચ્ચે ઘર્ષણ ઓછું હોય છે. વળી દીપડા ઝાડ ઉપર ચઢી જતા હોય છે. છેલ્લે દીપડાની વસ્તી ગણતરી ર૦૧૬માં કરાઈ હતી. ગીર આસપાસ ૪પ૦ દીપડા હોવાનું નોંધાયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!