વેરાવળ : બોરવાવ પાટીયા નજીક ગમખ્વાર અકસ્માત, યુવાનનું મોત, બહેનોએ કાંધ આપી

ગીર સોમનાથના સુત્રાપાડાના વિરોદર ગામે રહેતો ચાર બહેનોનો એકનો એક લાડકવાયો ભાઇ પશુધન ચરાવવા જઇ રહેલ તે સમયે બોરવાવ ગામના પાટીયા નજીક કાળમુખા ટ્રકે અડફેટે લેતા મૃત્યું નિપજયુ હતું. આ અકસ્માતના પગલે મૃતક યુવાનના પરીવારમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. પરીવારમાં કોઇ પુરૂષ ન હોવાથી મૃતક યુવાનને તેની ચાર બહેનોએ કાંધ આપી હતી. મૃતકની સ્મશાન યાત્રામાં કરૂણ દ્રશ્યો નિહાળી ઉપસ્થિત સૌ કોઇ લોકોના આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા હતા. કઠોર દિલના લોકોને પણ રડાવી નાંખે તેવી કરૂણ ઘટનાની જાણવા મળેલ વિગતો મુજબ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામે રહેતો, પશુધન અને ખેતી કામ કરતો દેવેન્દ્ર કનુભાઇ ગાધે (ઉ.વ.૨૩) ચાર બહેનોનો એકનો એક ભાઇ છે. સવારના સમયે દેવેન્દ્ર પોતાના પશુધનને લઇ જંગલ તરફ ચરાવવા લઇ જઇ રહેલ હતો. દરમ્યાન બોરવાવ ગામના પાટીયા પાસે એક કાળમુખા ટ્રકે દેવેન્દ્રભાઇને અડેફેટે લેતા કમકમાટીભર્યું મોત થયું હતુ. આ અકસ્માતના સમાચારના પગલે ગાધે પરીવાર ઉપર આભ ફાટયા જેવો ગમગીનીભર્યો માહોલ પ્રસર્યો હતો. આ ઘટનામાં સૌથી કરૂણ પરિસ્થિતિ એવી હતી કે, મૃતક યુવકના પિતાજીનું પણ ચાર માસ પહેલા હાર્ટએટેકના કારણે મૃત્પ નિપજેલ હોવાથી દેવેન્દ્ર ઘરમાં એક માત્ર પુરૂષ હતો. મૃતક દેવેન્દ્રભાઇની ચાર પૈકી એક બહેનના લગ્ન થઇ ગયેલ હોવાથી તે સાસરે છે જયારે બે બહેનો પરીતાબેન સોમનાથ સુરક્ષામાં અને જલ્પાબેન પોરબંદર પોલીસમાં ફરજ બજાવે છે. જલ્પાબેન તેની સાથે વિરોદર ગામે રહે છે. અકસ્માતમાં એકના એક લાડકવાયા ભાઇને ગુમાવ્યો હોવાથી ચારેય બહેનોએ કાંધ આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!