સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચીના વેપારી મંડળ દ્વારા ચક્કાજામ કરીને વાહન વ્યવહાર રોકી ને આંદોલન કરવામાં આવેલ જેમાં ઇમર્જન્સી તથા એમ્બ્યુલસ સિવાય તમામ પ્રકારના વાહનો રોકીને ચક્કાજામ કરવામાં આવેલ હતું. જેમાં પ્રાંચી ઘંટીયાના તમામ વેપારી મિત્રો જોડાયા હતા. જેમાં વેપારી મંડળ દ્વારા લોકપ્રતિનિધિથી માંડીને તંત્ર સુધી તમામ અધિકારીઓને લેખિતમાં રજીસ્ટર એડી કરીને રોજની સમસ્યાની જાણ કરી હતી. પરંતુ ૧૧ દિવસ થયા છતાં પણ કોઈપણ જાતની કામગીરી ન થઈ હતી. જેથી વેપારી મિત્રોએ ચક્કાજામનો કાર્યક્રમ કરવા મજબૂર બન્યા હતા. જેમાં પ્રાંચી ગામમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર દરરોજ હજારોની સંખ્યામાં વાહનો નિકળતા હોય ત્યારે ધૂળની ડમરીઓ ઊડીને લોકોના આરોગ્ય ઉપર મોટો ખતરો ઊભો થઈ શકે છે તેમજ રોડની બંને સાઈડનાં વેપારીઓ આ ધૂળ ની ડમરીઓથી ત્રાહિમામ પોકારી ગયેલા હતા. સાથે રોડ અતિશય ખરાબ હોવાથી અવારનવાર અકસ્માતો પણ બનતા હોય છે. છતા પણ કોઈને આ તકલીફ દેખાતી નહોતી. વેપારી મંડળ દ્વારા ચક્કાજામ કરવામાં આવેલ ત્યારે સુત્રાપાડાના પી.એસ.આઇ હેરમા તથા સ્ટાફે આવી ટોળાને વિખેરી રોડના અધિકારીને બોલાવીને પોલીસની હાજરીમાં એગ્રો ઈન્ફાસ્ટચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના અધિકારી ગોપાલભાઈ ડોડીયા દ્વારા તથા રાજ કન્ટ્રકશનના પંકજભાઈ પંપાણિયા દ્વારા ખાત્રી આપવામાં આવી કે દિવાળી પછી રોડનું કામ સારી રીતે બનાવી આપવામાં આવશે. ત્યાં સુધી દિવસમાં ચાર વખત પાણીનો છંટકાવ કરાશે એવી ખાત્રી પણ આપવામાં આવી હતી. બાદમાં પોલીસ દ્વારા રાબેતા મુજબ વાહન વ્યવહાર શરૂ કરાયેલ હતો. જેમાં પ્રાંચીના ઘંટીયાના તમામ વેપારી મિત્રોએ સંગઠનશક્તિ બતાવીને ખાત્રી સાથે આંદોલન સમાપ્ત કરેલહતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews