જૂનાગઢ એલસીબી પોલીસે દિવસે રેકી કરી, રાત્રે બંડી પહેરી અનેક ચોરી, લૂંટ કરનાર દાહોદની ગેંગનાં પાંચ શખ્સોને રૂા. ૮.૮૬ લાખના મુદ્દામાલ સાથે ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ગ્રોફેડ નજીકથી ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગુજરાત રાજયમાં રાત્રીના સમયે ઘરફોડી, ચોરી, લૂંટ કરી તરખાટ મચાવનાર દાહોદ જિલ્લાની બંડીધારી ગંેગના પાંચ શખ્સોને જૂનાગઢ એલસીબીએ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ગ્રોફેડ મીલ નજીકથી ઝડપી લઈ પૂછપરછ હાથ ધરતાં બંડીધારી ગેંગે ૪૬ ગુનાની કબુલાત કરી છે. જૂનાગઢ એલસીબીએ રોકડ રકમ, સોના, ચાંદીના દાગીના સહિત કુલ રૂા. ૮.૮૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જૂનાગઢ રેન્જ આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવારની સુચના અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ દ્વારા ચોરી કરતા શખ્સોને ઝડપી લેવા ખાસ પેટ્રોલીંગ હાથ ધરાયું હતું અને બાતમીદારોને કામે લગાડાયા હતા. દરમ્યાન એલસીબી ઈન્ચાર્જ પીઆઈ આર.કે.ગોહિલ, પીએસઆઈ ડી.જી. બડવા, ડી.એમ.જલુ અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે આ ગેંગના સભ્યો ગાંધીગ્રામ વિસ્તારમાં ગ્રોફેડ મીલ નજીક રહે છે તેવી બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે દરોડો પાડતાં બંડીધારી ગેંગના સભ્ય ભાગવા લાગ્યા હતા. જાે કે એલસીબી ટીમે તેનો પછી કરી બંડીધારી ગેંગના શૈલેષ માનસીંગ ભાભોર (ઉ.વ. ર૭), નરેશ કનુભાઈ ડામોર (ઉ.વ. ર૭) નંગરસીંગ વસનાભાઈ કલમી (ઉ.વ. ર૬) મહેશ ખુમસીંગ માવી (ઉ.વ. ર૦) અને ચંદુ મલ્લાભાઈ માવી (ઉ.વ. ર૯)ને દબોચી લીધા હતા. આ શખ્સોની પુછપરછ કરતાં ૪૬ ગુનાની કબુલાત કરી હતી. પોલીસે રોકડ, સોના, ચાંદીના દાગીના મળી કુલ રૂા. ૮,૮૬,૩રપ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બંડીધારી ગેંગ સામે માંગરોળ, જૂનાગઢ, કેશોદ, ડીસા, પાલનપુર, થરાદ, મીઠાપુર, જામખંભાળીયા, જામનગર, કલ્યાણપુર, બોટાદ, પાળીયાદ, અમદાવાદમાં નિકોલ, સરદારનગર, રખીયાલ અને ખોખરા તેમજ ગાંધીનગરમાં સેકટર નં. ર, ૭, અડાલજ અને રખીયાલ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews