જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્ર અને ગુજરાતમાં તેમજ દેશભરમાં આજથી પ્રકાશનાં પર્વ એવા દિપાવલી પર્વની ઉજવણીનો પ્રારંભ થયો છે અને લોકો જરૂર પુરતી ખરીદી કરી રહ્યા છે. માર્કેટમાં પણ અવર-જવર વધી છે અને ઉત્સાહનો સંચાર જાેવા મળી રહ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે હવે ઘરાકી નીકળતાં વેપારીઓમાં હરખની હેલી ફેલાઈ જવા પામી છે.
ર૦ર૦નાં વર્ષની દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારો નજીક આવી રહ્યા છે તેમ તેમ બજારોમાં રોનક આવી રહી છે. આખું વર્ષ સાવ નિષ્ફળ ગયું હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને કોરોનાનાં સંક્રમણ કાળમાં લોકો અનેક મુશીબતોનો સામનો કર્યો છે. આર્થીક તેમજ જીવન બચાવવાની સમસ્યાઓ ઉદભવી હતી. નવરાત્રીથી સંક્રમણમાં ઘટાડો થવાને કારણે ગુજરાતમાં સરકારની ગાઈડલાઈન મુજબ ઘણી બધી છૂટછાટો મળી છે. ત્યારે લોકોએ રાહતનો દમ લીધો છે. ધીમે-ધીમે જનજીવન થાળે પડતું થઈ રહ્યું છે. ખાસ કરીને પ્રકાશનાં પર્વ એવા દિપાવલીનાં આ તહેવારો પ્રસંગે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ઉપરાંત મુખવાસથી લઈ રંગોળી માટેનાં કલર, કાપડ બજાર, રેડીમેઈટ તૈયાર કપડા, સોના-ચાંદીનાં દાગીનાં, વાહનોની ખરીદી તેમજ અન્ય ખરીદી ઉપર પણ ધ્યાન દેવામાં આવેલ છે. આ ઉપરાંત લગ્નગાળાનો સમય પણ દેવઉઠી એકાદશી એટલે કે દેવદિવાળીનાં દિવસથી શરૂ થતો હોય પરંતુ આ વર્ષે લગ્નનાં મુહૂર્ત ખૂબ જ ઓછા છે અને તેની સામે લગ્નો વધારે છે. જેને લઈને લગ્નગાળાની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. આજથી શરૂ થયેલા દિપાવલીનાં તહેવારોની ઉજવણીનાં પ્રારંભે બજારો ભરચક જાેવા મળી રહી છે અને દિપાવલીની મોડી રાત્રી સુધી લોકો નવા વર્ષનાં આગમનને વધાવશે અને બીજા દિવસે બેસતા વર્ષની પણ ઉજવણી થશે. જાે કે આ વર્ષે કોરોનાને ધ્યાને લઈ ફટાકડા ફોડવા બાબતે પણ સમય મર્યાદા નકકી કરવામાં આવી છે અને રાત્રીનાં ૮ થી ૧૦ની મર્યાદા આપી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews