જૂનાગઢ જીલ્લા પંચાયતનાં સદસ્ય અને એડવોકેટ કાંતીલાલ બોરડે એક નિવેદનમાં તિવ્ર આકેશ સાથે જણાવેલ છે કે જૂનાગઢમાં છેલ્લા કેટલાક સમય થયાં ગુંડાગીરી, વ્યાજખોરી, માફિયાગીરી, રોમીયોગીરી અને બુટલેગરોનો ત્રાસ સતત વધી રહયો છે. ત્યારે સામાન્ય પ્રજાજનની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. ત્યારે આવા અસામાજીક તત્વો સામે કડક પગલા ભરવા અને પ્રજાની દાદ ફરિયાદ સાંભળવા માટે લોક દરબાર યોજવાની માંગણી કરી છે. કાંતીભાઈ બોરડે વધુમાં જણાવેલ છે કે, જૂનાગઢ મહાનગરમાં ગુંડાગીરી, વ્યાજખોરો, માફીયાગીરી, લુખ્ખાગીરી, રોમીયોગીરી કરતા તત્વો – તેમજ બુટલેગરોનો ત્રાસ બેફામ પણે વધી ગયેલ છે. લુખ્ખાતત્વો પોલીસ ઉપર હુમલો કરવામાં અચકાતા નથી તો સામાન્ય શહેરીજનોની શું હાલત થતી હશે. જૂનાગઢ ઐતિહાસીક, ધાર્મિક સ્થળ છે અને એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેકટ શરૂ થયેલ છે. ત્યારે બહારગામથી પણ હજારોની સંખ્યામાં પ્રવાસી શ્રધ્ધાળુઓ આવતા હોય તેની સલામતી માટે અને સામાન્ય સીધા સાદા માણસોને વેપાર ધંધો કરવાનું મુશ્કેલ ન બને તે માટે મહાનગર જૂનાગઢમાં બાહોશ, નીડર અને જાંબાઝ પોલીસ અધિકારી મુકવાની ખાસ જરૂર છે.
મહાનગર જૂનાગઢમાં ગંભીર પ્રકારના ગુન્હાઓનુ પ્રમાણ ઝડપથી વધી રહયું છે. અને જૂનાગઢ મહાનગર ગુનાખોરીની રાજધાની (ક્રાઈમ કેપીટલ) હોય તેવું પ્રજાજનોને લાગી રહયું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં સરકારે તાકીદની અસરથી જૂનાગઢ મહાનગરમાં સ્પેશીયલ કેસમાં પોલીસ કમિશ્નરની પોસ્ટ ઉભી કરી તેના માર્ગદર્શન હેઠળ કડક, નીડર અને જાંબાઝ અધિકારી અને તેમની ટીમ હશે તો જ ગુંડાગીરી, હત્યા, લુંટ, ચોરી, મારામારી, વ્યાજખોરી, ખંડણી, હપ્તા વસુલી, બળાત્કાર, અપહરણ, દારૂના હાટડા જેવા ગુનાઓ કાબુમાં આવશે અને શહેરીજનો હાશકારો અનુભવશે. જાે આમ કરવામાં નહીં આવે તો ગુનેગારોને મોકળુ મેદાન મળશે માટે સરકારે અને પોલીસે ગુનેગારો ઉપર કાયદાનો સકંજાે કસવાની ખાસ જરૂર છે. શહેરીજનોની ગુંડા અને લુખ્ખા તત્વો વિરૂધ્ધની ફરીયાદો લેવા માટે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા જેવા નિષ્ઠાવાન અને બાહોશ અધિકારીના અધ્યક્ષ સ્થાને પોલીસનો લોક દરબાર યોજવાની ખાસ જરૂર છે. તેમ યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews