કોરોનાની વૈશ્વિક મહામારી અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે લીધેલા હકારાત્મક ર્નિણયો અને મહેસૂલી સેવાઓનું ડિઝીટલાઇઝેશન કરવાને પરિણામે લોકડાઉન બાદ રાજ્યમાં દસ્તાવેજ નોંધણીમાં ઉત્તરોત્તર વધારો થયો છે અને છેલ્લા સાત માસ દરમ્યાન પ,૧૬,૫૦૯ દસ્તાવેજાેની નોંધણી થઇ છે. સ્ટેમ્પ ડયુટી પેટે રૂા.૨૭૧૦ કરોડ અને નોંધણી પેટે રૂા.૩૮૯ કરોડ એમ કુલ મળીને રૂા.૩૦૯૯ કરોડની આવક થઈ છે. કોવિડ-૧૯ (કોરોના) મહામારીના કારણે લાગું થયેલ લોકડાઉન બાદ રાજ્યમાં તા.૨૪મી એપ્રિલ-૨૦૨૦ના રોજ પ્રથમ તબક્કામાં ગ્રામ્ય વિસ્તારની કુલ – ૯૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ, તા.૧૧ મે-૨૦૨૦થી નગરપાલિકા વિસ્તારની ૧૧૪ મળીને કુલ-૨૧૨ સબ રજીસ્ટ્રાર કચેરીમાં અને તા.૧લી જૂન-૨૦૨૦થી રાજયની તમામ ૨૮૭ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મહેસૂલ વિભાગ દ્વારા નાગરિકોને ઘેર બેઠા સેવાઓ ઉપલબ્ધ કરાવવાના અભિગમને સાકાર કરવા અત્રેના તાબાની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નોંધાતા દસ્તાવેજાેની ઈન્ડેક્ષ-૨ તથા ઈન્કમ્બરન્સ સર્ટીફીકેટ (બોજા પ્રમાણપત્ર) નાગરિકો ઘેર બેઠા મેળવી શકે તેવી સુવિધા ર્ૈંઇછ પોર્ટલ ઉપર તા.૦૯/૦૯/૨૦૨૦થી ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સુવિધાના લીધે ઇન્ડેક્ષ-ર અને બોજા પ્રમાણપત્રની ૩ર,ર૪૮ નકલો છેલ્લા બે માસમાં ઘરે બેઠા નાગરિકોને પહોંચાડાઇ છે જેનાથી રૂા.૧.૪ર કરોડની આવક રાજ્ય સરકારને થઇ છે. રાજ્યની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં વધુ ઘસારા માટે તાકીદે વ્યવસ્થા કરવા માટે રાજય સરકારે દસ્તાવેજ નોંધણીના બે સ્લોટ વચ્ચેના સમયમાં ઘટાડો કરીને ૧૦ મિનિટનો સમય કરતાં હવે ૨૫ દસ્તાવેજની જગ્યાએ ૩૫ દસ્તાવેજની નોંધણી પ્રતિદિન થઈ શકે છે. તા.૫મી ઓગષ્ટ-૨૦૨૦થી તમામ સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે આર્ત્મનિભર ભારત અને આર્ત્મનિભર ગુજરાત યોજના તથા પ્રધાનમંત્રી આવાસ યોજના માટે દસ્તાવેજ નોંધણી માટે સાંજે ૫ઃ૦૦થી ૭ઃ૦૦ કલાક સુધીનો વધારાનો સમય પણ ફાળવવામાં આવ્યો છે. જ્યારે વધારે ઘસારો રહેતી રાજ્યની ૨૭ જેટલી સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી માટેનો સમય વધારી સવારે ૧૦ઃ૩૦થી રાત્રિના ૯.૦૦ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે તેમજ રાજ્ય સરકારે આર્ત્મનિભર યોજનાના મોર્ગેજના દસ્તાવેજ માટે સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફીની માફી આપેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews