શિયાળાનાં પ્રારંભ સાથે જ કોરોનાનું સંક્રમણ વધ્યું, નવા કેસ ૧૧૦૦ને પાર થઈ ગયા

0

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે તો બીજી બાજુ સરકાર દ્વારા શાળાઓ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે તો શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધે તો નવાઈ નહીં. છેલ્લા કેટલાક દિવસો કોરોના કેસો ઘટીને ૮પ૦ની આસપાસ પહોંચી ગયા હતા. ત્યારબાદ ફરી પાછા કેસો વધવા લાગ્યા છે. ત્યારે બુધવારે તો નવા નોંધાયેલા કોરોનાના કેસો ૧૧૦૦ને પાર થઈ ગયા છે. એટલે દિવાળીના તહેવારોમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે ખાસ તકેદારી રાખવાની જરૂર છે. વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમા કોરોના વાયરસ ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ તો કોરોનાનાં કેસની સંખ્યા ૧૧૦૦ને પાર પહોંચી ગઇ છે. કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૧૧૨૫ પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૮૩,૮૪૪એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૬ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૭૭૯એ પહોંચ્યો છે. જ્યારે ૧૩૫૨ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૧.૨૮ ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં ૫૨,૯૭૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન ૧૮૬, સુરત કોર્પોરેશન ૧૪૪, વડોદરા કોર્પોરેશન ૯૨, રાજકોટ કોર્પોરેશન ૮૬, મહેસાણા ૭૦, રાજકોટ ૪૮, બનાસકાંઠા ૪૧, સુરત ૪૦, પાટણ ૩૮, વડોદરા ૩૮, ગાંધીનગર કોર્પોરેશન ૨૮, સાબરકાંઠા ૨૩, મોરબી ૨૨, અમદાવાદ ૨૧, સુરેન્દ્રનગર ૨૦, ગાંધીનગર ૧૯, ભરૂચ ૧૮, જામનગર કોર્પોરેશન ૧૮, પંચમહાલ ૧૭, જામનગર ૧૬, આણંદ ૧૪, ખેડા ૧૩, કચ્છ ૧૩, અમરેલી ૧૨, દાહોદ ૧૨, ભાવનગર કોર્પોરેશન ૧૧, મહીસાગર ૧૧, જુનાગઢ ૯, જૂનાગઢ કોર્પોરેશન ૮, ગીર સોમનાથ ૭, નર્મદા ૬, અરવલ્લી ૫, નવસારી ૪, તાપી ૪, ભાવનગર ૩, દેવભૂમિ દ્વારકા ૩, છોટા ઉદેપુર ૨, પોરબંદર ૨, બોટાદ ૧ કેસ સામે આવ્યા છે. જ્યારે મોતની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં ૬ દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન ૨, રાજકોટ ૧, રાજકોટ કોર્પોરેશન ૧, સુરત કોર્પોરેશન ૧, વડોદરા કોર્પોરેશન ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૭૭૯એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧,૬૭,૮૨૦ નાગરીકો સાજા થઈ ગયા છે. જ્યારે છેલ્લી સ્થિતિ મુજબ ૧૨,૨૪૫ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૭૪ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૨,૧૭૧ સ્ટેબલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!