ખંભાળિયાનો પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાયો અન્ય બે પોલીસના નામ પણ ખુલવાની શક્યતા

0

ખંભાળિયાના પોલીસ મથકમાં ડી સ્ટાફના કર્મચારી તરીકે કામગીરી કરી રહેલા વર્ગ-૩ ના પોલીસ હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાઠોડ દ્વારા અહીંના એક આસામીને “તું ક્રિકેટ મેચના સોદાઓ કરે છે”- તેમ કહી અને આ ફરિયાદી યુવાનને પોતાના ઉપર મીઠી નજર રાખવા માટે યોગેન્દ્રસિંહ તથા ડી સ્ટાફના અન્ય બે કર્મચારીઓ મળી કુલ ત્રણ વ્યક્તિઓ માટે રૂપિયા ૧૫૦૦૦ની રકમની માંગણી કરવામાં આવી હતી. જે રકમ આઈપીએલ ક્રિકેટ મેચની ફાઈનલ મેચ પતી જાય પછી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. આથી ઉપરોક્ત આસામી દ્વારા આ સમગ્ર પ્રકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા એ.સી.બી. પોલીસ મથકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જેથી એ.સી.બી. વિભાગના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઈન્ચાર્જ પી.આઈ. એ.ડી. પરમાર તથા સ્ટાફ દ્વારા લાંચ અંગેનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આના અનુસંધાને પોલીસ કર્મચારી યોગેન્દ્રસિંહ રાઠોડ દ્વારા ફરિયાદી યુવાનને ફોન કરીને જણાવેલ કે આ લાંચની રકમ નગર ગેઈટ પોલીસ ચોકી નજીક આવેલી “મહેક મોબાઈલ” નામની દુકાનમાં આપી દેવી. જેથી ફરિયાદી યુવાન દ્વારા પોલીસ કર્મી યોગેન્દ્રસિંહના કહેવા મુજબ રૂપિયા ૧૫ હજારની રોકડ રકમ મહેક મોબાઈલ નામની દુકાનમાં રહેલા દેવ જોશી નામના યુવાનને આપવામાં આવી હતી. આમ, પોલીસ કર્મચારી વતી દુકાનદાર દ્વારા લાંચની રકમ સ્વીકારી અને આ અંગેની મોબાઈલ ફોન મારફતે વાત કરી, કન્ફર્મેશન મળતાં એ.સી.બી. પોલીસે ઉપરોકત પોલીસ કર્મચારી યોગેન્દ્રસિંહ રાઠોડ તથા દુકાનદાર યુવાનની અટકાયત કરી અને કોરોના ટેસ્ટ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી. આ સાથે આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા ડી સ્ટાફના અન્ય બે પોલીસ કર્મચારીઓ અંગે પણ એ.સી.બી. વિભાગ દ્વારા જરૂરી તપાસ તથા પૂછપરછ કરવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!