જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોની ઉજવણીનો ગઈકાલે અગીયારસથી પ્રારંભ થયો છે અને બજારોમાં વિવિધ પ્રકારની વસ્તુઓની ખરીદી શરૂ થઈ ગઈ છે. અને વિવિધ માર્કેટો ભરચક જાેવા મળી રહી છે. આવતીકાલે ધનતેરસનાં દિવસે પણ સોના-ચાંદીનાં દાગીના, વાહનોની ખરીદી તેમજ શુભકાર્યો હાથ ધરાશે.
લાંબા સમયથી કોરોનાના મારના કારણે લોકોનું જીવન સ્થગીત બની ગયું હતું. એમાં પણ કોઈ સાતમ, આઠમ, ગણેશોત્સવ, નવરાત્રી, દુર્ગા પુજા જેવા મહત્વના ગણી શકાય તેવા તહેવારોની ઉજવણી થઈ શકી ન હોય લોકોના જીવનમાં નિરાશા વ્યાપી ગઈ હતી. લોકો હારેલા , થાકેલા, કંટાળેલા નજરે પડયા હતા. પરિણામે બજારોમાં પણ સન્નાટો જાેવા મળ્યો હતો. અર્થતંત્ર સાવ શિથીલ થઈ ગયું હતું. રૂપિયાનું ટર્ન ઓવર ઠપ્પ થઈ જતા સાવ પાયમાલી આવી ગઈ હતી. જાેકે, હવે દિવાળીના તહેવારને લઈને લોકોના જીવનમાં આશાનો નવો સંચાર થયો છે. લાંબા સમય બાદ મોકો મળ્યો હોય લોકો હવે દિવાળીનો તહેવાર ઉજવી લઈ ફ્રેશ થવા માંગે છે. પરિણામે જૂનાગઢ શહેરની તમામ બજારોમાં ધૂમ ખરીદી નિકળી છે. હાલ કપડા, બુટ, ચપ્પલ, કટલેરી, કલર, સોના, ચાંદીના દાગીના, ઈલેકટ્રીક અને ઈલેકટ્રોનીક સાધનો, લાઈટીંગનો શણગાર, ટુ વ્હીલર વગેરેની મનમુકીને જરૂરીયાત મુજબની ખરીદી કરી રહયા છે. પરિણામે શિથીલ અર્થતંત્રમાં દિવાળીના તહેવારથી નવો સંચાર થતા અર્થતંત્રની ગાડી ફરી પાટા ઉપર ચડી રહી હોવાનું જાેવા મળી રહયંુ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews