જૂનાગઢમાં પૈસા બાબતની બોલાચાલીમાં હુમલો, સામ – સામી ફરિયાદ

જૂનાગઢમાં પૈસા બાબતે થયેલી બોલચાલીમાં હુમલો થયો છે અને સામ-સામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર મહિમન ઉર્ફે મહિપત દિપક આચાર્ય (ઉવ.ર૭) રહે.મધુરમ બાયપાસ, આકાશ ગંગા સોસાયટી દિવ્યાની પાર્ક, બ્લોક નં.૮૩એ રાણા મુળુ ઓડેદરા, રામ મુળુ ઓડેદરા, રહે.મધુરમ બાયપાસ, મધુરમ વાળી શેરી વાળા સામે પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદી પાસે આરોપી નં.ર ને અગાઉ ગોકુલ પાન નામની દુકાન હોય જે દુકાનના નામના રૂા.૪૦૦/- લેવાના બાકી હોય જે પૈસા ફરીયાદી પાસે માંગતા ફરીયાદીએ અત્યારે પૈસા નહિ હોવાનું જણાવતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ પૈસા અત્યારે જ આપવા પડશે તેમ કહી ફરીયાદીને બિભત્સ ગાળો આપી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી આરોપી નં.ર પાસે કોઈ નખીયા જેવું હોય તેનાથી ફરીયાદીને ચરકા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવેલ છે. આ બનાવ અંગે સામાપક્ષે પણ પોલીસ ફરીયાદ નોંધાઈ છે. જેમાં રાણાભાઈ મુળુભાઈ ઓડેદરા (ઉ.વ.૩૩, રહે.મધુરમ બાયપાસ મધુરમવાળી શેરી મુંડીયા સ્વામીની સામે), આ કામના આરોપી પાસે ફરીયાદીના ભાઈ રામભાઈને અગાઉ ગોકુલ પાન નામની દુકાન હોય જે દુકાનના નામના રૂા.૪૦૦/- લેવાના બાકી હોય જે પૈસા આ કામના ફરીયાદી તથા તેમના ભાઈએ આરોપી પાસે માંગતા આરોપીએ કહેલ કે પૈસા નથી આપવા તે કરી લેજાે તેમ કહી ફરીયાદીને તથા તેના ભાઈને બિભત્સ ગાળો આપી ઝપાઝપી કરી ફરીયાદીને
ઢીકા પાટુનો માર મારી ફરીયાદી તથા તેમના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ સી-ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!