શનિવારે સ્વાતી નક્ષત્રમાં દિવાળી, ચોપડા પૂજન ઉત્તમ ગણાય

0

આસો વદ-૧૪ને શનીવાર તા. ૧૪-૧૧-ર૦ર૦ના દિવસે બપોરે ર.૧૮ કલાક સુધી ચૌદશ છે. ત્યારબાદ અમાસ છે તેથી બપોરે ર.૧૮ સુધી કાળી ચૌદશ અને ત્યારબાદ દિવાળી મનાવાશે. સવારના સૂર્યોદયથી રાત્રીના ૮.૧૦ સુધી સ્વાતી નક્ષત્ર છે તેથી ચોપડા પુજન સ્વાતી નક્ષત્રમાં કરવું ઉત્તમ ગણાય, શનિવારે સવારે પણ ચોપડા પૂજન કરી શકાય છે. શનિવારે સવારે વહેલા ઉઠી અને નિત્ય કર્મ કરી ત્યારબાદ તલના તેલનો શરીર ઉપર લેપ કરી સ્નાન કરવું. આ રીતે સ્નાન કરવાથી શરીરના રોગ દૂર થાય છે. શનિવારે સવારે ચૌદશ હોય યમ તર્પણ કરાવી શકાય તથા સવારે અથવા બપોરે હનુમાનજીનું પુજન, હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડના પાઠ કરવાથી જીવનના કષ્ટો દૂર થશે. મિથુન, તુલા, કુંભ રાશીના જાતકોને લોઢાના પાયે પનોતી ચાલે છે તેથી આ રાશીના લોકોએ આ દિવસે ખાસ હનુમાનજીની ઉપાસના કરવી.
કાળીચૌદશના નૈવેદ્ય ઃ જે લોકોને ઘરે કાળીચૌદશના નૈવેદ્ય સાંજના કે રાત્રીના થતા હોય તેઓએ શુક્રવારે સાંજે ૬ કલાકથી ચૌદશ તિથી હોય શુક્રવારે કરવા અને બપોરના થતા હોય તેઓએ શનિવારે બપોરના ર.૧૮ કલાક પહેલાં નૈવેદ્ય કરવા.
દિવાળીનું મહત્વ ઃ આપણા સ્કન્દ પુરાણ, પદમ પુરાણ, ભવિષ્ય પુરાણમાં જુદી જુદી રીતે દિવાળીની રાત્રે લક્ષ્મીજી સ્વયં લોકોના ઘરમાં પધારે છે. આથી જે લોકો ચોપડા પુજન કરે છે અને પોતાનું ઘર સ્વચ્છ રાખે છે તેમને ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે. દિવાળીના ચોપડા પુજનમાં કલમ એટલે કે પેનને મહાકાળીનું સ્વરૂપ ગણી પુજા કરવી. મહાલક્ષ્મીજીનો સિક્કો ચોપડા ઉપર રાખી પુજન કરવામાં આવે છે અને મહાસરસ્વતી એટલે કે ચોપડાનું મહત્વ સ્વયં સરસ્વતી માતાજી તરીકે પુજવામાં આવે છે. આમ ચોપડા પુજનમાં મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીનું પુજન કરવામાં આવે છે અને છેલ્લે લક્ષ લાભ સવાયા બોલવામાં આવે છે. એટલે કે મહાલક્ષ્મીજીની કૃપાથી અમારો વ્યાપાર આવતા વર્ષે સવાયો થાય. ચોપડા પુજન કરતી વખતે અષ્ટલક્ષ્મીના નામ ખાસ બોલવા જાેઈએ. શનિવારે ચોપડા પુજનના શુભ મુહુર્તો : સ્વાતી નક્ષત્ર રાત્રે ૮.૧૦ સુધી, સ્થિર યોગ બપોરે ર.૧૮ કલાક સુધી, સિધ્ધયોગ રાત્રે ૮.૧૦ સુધી, દિવસના શુભ ચોઘડીયા : શુભ ૮.ર૩ થી ૯.૪૬, ચલ ૧ર.૩૧ થી ૧.પ૪, લાભ ૧.પ૪ થી ૩.૧૭, અમૃત ૩.૧૭ થી ૪.૪૦, રાત્રીના શુભ ચોઘડીયા : લાભ ૬.૦૩ થી ૭.૪૦, શુભ ૯.૧૭ થી ૧૦.પ૪, અમૃત ૧૦.પ૪ થી ૧ર.૩ર, ચલ ૧ર.૩ર થી ર.૦૯, લાભ પ.ર૩ થી ૭.૦૧, શનિવારે સાંજે પ્રદોષ કાળ ૬.૦૩ થી ૮.૩૮, નિશીથકાળ રાત્રે૧ર.૦પ થી૧ર.પ૭ અષ્ટલક્ષ્મીના નામ : ૐ આદ્યલક્ષ્મ્યૈ નમઃ, ૐ વિદ્યા લક્ષ્મ્યૈ નમઃ, ૐ સૌભાગ્ય લક્ષ્મ્યૈ નમઃ, ૐ અમૃત લક્ષ્મ્યૈ નમઃ, ૐ કામ લક્ષ્મ્યૈ નમઃ, ૐ સત્ય લક્ષ્મ્યૈ નમઃ, ૐ ભોગ લક્ષ્મ્યૈ નમઃ, ૐ યોગ લક્ષ્મ્યૈ નમઃ

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!