ધોરાજીમાં તહેવારના ટાણે જ ટ્રાફિક સમસ્યા માથાના દુઃખાવા સમાન બની હતી. ધોરાજીમાં ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવી અને રોમિયોગીરી કરતા યુવકો સામે પણ ધોરાજીના પીઆઈ હુકુમતસિંહ જાડેજાએ લાલ આખ કરી છે. દિવાળીના તહેવાર સમયે બજારમાં મહિલાઓ અને યુવતીઓ બજારમાં તહેવાર નિયમિત કોઈપણ જાતના ડર વગર ખરીદી કરી શકે. સાથો સાથ ધોરાજીની વર્ષો જૂની જે ટ્રાફિક સમસ્યા હતી જેને વિભાગીય પોલીસ અધિકારી સાગર કુમાર બાગમારની સૂચના મુજબ ધોરાજીના પીઆઈ હુકુમતસિંહ જાડેજા, પીએસઆઈ શૈલેષ વસાવા, મહિલા પીએસઆઈ નયનાબેન કદાવાલા અને ટ્રાફિક જમાદાર દેવશીભાઈ બોરીચા, દેવજીભાઈ યુવરાજસિંહ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ધોરાજીમાં મુખ્ય વિસ્તારમાંથી ટ્રાફિક સમસ્યાનું નિવારણ કર્યું છે. સાથો સાથ ધોરાજી પોલીસ દ્વારા વાહન ચેકીંગની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે અને નીતિ નિયમોને નેવે મૂકી અને બેફામ દોડી રહેલ વાહનો ઉપર ધોરાજી પોલીસ દ્વારા કડક હાથે કાયદાકીય રીતે કામગીરી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધોરાજીના ગેલેક્સી ચોક, જેતપુર રોડ, જૂનાગઢ રોડ સહિતના વિસ્તારોમાં જે ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યા હતી જેને ધોરાજીના જાંબાઝ પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજાએ ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન હલ કરી દિધો છે અને ધોરાજીમાં ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવી અને રસ્તાઓ ઉપર સ્ટંટ કરનાર ઈસમો ઉપર પીઆઈએ પણ લાલ આંખ કરતા અસામાજિક શખ્સોમાં હડકંપ મચી જવા પામી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews