ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે દિવાળી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ની અપીલની મજાક ઉડાવી છે. ચીનના અખબારે દાવો કર્યો છે કે પ્રકાશનું પર્વ દિવાળી ચીનની એલઈડી લાઈટ વગર ‘કાળી’ થઈ જશે. ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે ભારતના અધિકારીઓની અપીલ બાદ પણ ચીનના એલઈડી લાઈટની ભારતમાં જોરદાર માંગ છે અને ઘણી કંપનીઓએ ઓવર ટાઈમ કરવો પડી રહ્યો છે. ગ્લોબલ ટાઈમ્સે કહ્યું, ભારતીય અધિકારીઓ એલઈડીના સ્થાનિકરણની અપીલ પછી ભારતના દિવાળી તહેવાર પર ચીનના નિકાસકારો ભારતીય ઉત્પાદનોની ગુણવત્તા, સર્વિસ અને કિંમત મામલે પાછળ છોડી રહ્યા છે. ઘણી ચીનની કંપનીઓને ઓવરટાઈમ કરવો પડી રહ્યો છે, જ્યારે ભારતના વડાપ્રધાને સોમવારે લોકોને સ્થાનિક ઉત્પાદનોની મદદથી દિવાળી મનાવવા માટે કહ્યું હતું. ચીનના અખબારે દાવો કર્યો છે ચીનની કંપનીઓ ઓક્ટોબરથી જ પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે, જેથી દિવાળીના ઓર્ડરને પૂરા કરી શકાય. ભારત પોતાનો સામાન મોકલતી ચીનની એક કંપનીએ કહ્યું, “અમને કરોડો યુનિટના નિકાસના ઓર્ડર મળ્યા છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. અમારી પ્રોડક્શન લાઈન દરરોજ એક લાખ એલઈડી લાઈટ બનાવવાની રાખે છે. આ ઓર્ડર પુરો કરવો સહેલો નથી. અમે અમારી ક્ષમતાને વધારી રહ્યા છીએ. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ ભારતે હાલમાં ૧૦ અબજ રુપિયાની એલઈડી લાઈટ આયાત કરી છે. ગ્લોબલ ટાઈમ્સે ચીનના એક્સપર્ટ કિઆન ફેંગ દ્વારા કહ્યું કે મોદી સરકાર જાણી જોઈને ચીની ઉત્પાદનો પરથી પોતાની ર્નિભરતા ઘટાડવા માટે દિવાળી દરમિયાન સ્થાનિક ઉત્પાદનોને ખરીદવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews