દિવાળી વેકેશનમાં તત્કાળ મેડિકલ સેવા મળી શકશે

0

દિવાળીના વેકેશનમાં ડૉક્ટરો પણ પરિવારો સાથે બહાર જતા હોય છે. આથી આ દરમિયાન અમદાવાદ ખાતે ‘ડૉક્ટર ઓન કૉલ સેવા અંતર્ગત તારીખ ૧૪મી નવેમ્બરથી ૧૯ નવેમ્બર સુધી ડૉક્ટરોની સેવા ચાલુ રહેશે. આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર કિરીટ ગઢવીએ જણાવ્યું હતું કે, બંને એસોસિએશન દ્વારા ૧૦૮ અને અન્ય હૉસ્પિટલો સાથે પણ સંકલન સાધવામાં આવ્યું છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા દિવાળીના તહેવારોમાં કાર્યરત ડોકટરોનું વોટ્‌સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ડૉક્ટરોની યાદી તેમજ એરિયા કોડ જાહેર કરવામાં આવ્યા છે. દર્દીઓને દિવાળી વેકેશન દરમિયાન આરોગ્યલક્ષી સેવાઓ લેવામાં તકલીફ ન પડે તે માટે ‘ડૉક્ટરો ઑન કોલ’ સુવિધા શરૂ કરવામાં આવી છે. ઉપરાંત આ વર્ષે કોરોના કાળમાં લોકો વધુ વિકટ પરિસ્થિતિમાં મૂકાઇ શકે છે તેવી ભીતિને પગલે પણ આ વ્યવસ્થા અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવેલા ચેક પોઇન્ટ અનુસાર વિવિધ વિસ્તારોમાં ટેલિફોનિક સલાહ-સૂચન પૂરા પાડવામાં આવશે. કોરોના અંગે લોકો સુધી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. સાથે જ રાજ્ય સરકારે સ્કૂલ શરૂ કરવાની જાહેરાત કરી છે તેવામાં વાલીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. આ મામલે હવે અમદાવાદ મેડિકલ એસોસિયેશન પણ મેદાને આવ્યું છે. એએમએના પ્રમુખ ડૉ.કિરીટ ગઢવીએ નિવેદન આપ્યું છે કે, હાલ બાળકોએ સ્કૂલે જવું ન જોઈએ. જો ગાઇડલાઈન પ્રમાણે વર્તે તો વાંધો નહીં આવે. જો વાલીને પોતાનું બાળક સુરક્ષિત હોવાનું લાગે તો જ સ્કૂલે મોકલવું જોઈએ. બાળકો સ્કૂલોમાં જશે તો સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખી શકે. બાળક ઘરે જઈ માતાને ભેટશે એટલે કોરોના વધી શકે છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!