વંથલીનાં સુખપુર ગામનાં રોજ રેખાબેન મેસુરભાઈ ભાદરકા જૂનાગઢ તેમના પરિવાર સાથે મોટર સાયકલ ઉપર નીકળેલ હતા. તે દરમ્યાન સુદામા પાર્કથી એગ્રીકલચરના ગેઇટ સુધીમાં મોટર સાયકલ ઉપર રાખેલ થેલો રસ્તામાં ક્યાંક પડી ગયેલ હતો. જેમાં તેઓની સોનાની, ચાંદીની વસ્તુઓ, કપડા, મોબાઇલ, રોકડ રકમ રૂા.૨,૮૦,૦૦૦/- સહિત અંદાજીત રૂા. ૫,૦૦,૦૦૦/- નો કિંમતી સામાન હતો. જે ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, તેમનો પરીવાર વ્યથિત થઈ ગયેલ હતો. આ બાબતની જાણ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના દિવાળીના તહેવાર સંબંધે ફુટ પેટ્રોલિંગમાં નીકળેલ પી.એસ.આઇ. કે.એસ.ડાંગર તથા સ્ટાફને કરતા, તેઓ દ્વારા જીલ્લાના કમાન્ડ શ્ કંટ્રોલ રૂમના પો.સ.ઇ. પી.એચ.મશરૂને જાણ કરતા કમાન્ડ શ્ કંટ્રોલ રૂમના સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણાં અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દિવાળીના તહેવાર સંબંધે પેટ્રોલિંગમાં નીકળેલ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઇ. કે.એસ.ડાંગર, સ્ટાફના હે.કો. મેહુલભાઈ, નારણભાઇ, પો.કોન્સ. કરણસિંહ, ભગવાનજીભાઈ, ચેતનસિંહ, ગોવિંદભાઇ, સંજયસિંહ, ચંદ્રેશભાઈ તેમજ જીલ્લાના કમાન્ડ શ્ કંટ્રોલ રૂમ ખાતેના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ, પો.કોન્સ. રોહિતભાઇ હડીયા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે તપાસ કરતા કરતા મોટર સાયકલમાંથી થેલો પડતા, એક માણસ લેતો હોવાનું જાેવા મળ્યું હતું. બીજી બાજુ ઝાંઝરડા રોડ, શિવ પાન શેરી નં. ૧માં રહેતા ૬૦ વર્ષના સિનિયર સિટીઝન વિઠ્ઠલભાઈ દેવરાજભાઈ મોણપરા પટેલને આ મહિલાનો થેલો મળતા, તેઓ પણ થેલો લઈને સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવી, મળેલો થેલો પરત આપવા માટે આવેલ હતા. સિનિયર સિટીઝન વિઠ્ઠલભાઈ દેવરાજભાઈ મોણપરા પટેલ સી ડિવિઝન પોલીસ સ્ટેશન આવતા, પોલીસ દ્વારા રેખાબેન મેસુરભાઈ ભાદરકાનો કિંમતી સામાનનો થેલો સહી સલામત પરત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાનો કિંમતી સામાન પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સંવેદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને રેખાબેન મેસુરભાઈ ભાદરકાએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે જૂનાગઢ પોલીસ દ્વારા આશરે રૂપિયા પાંચ લાખ જેટલી કિંમતનો કિંમતી સામાન ભરેલો થેલો, પ્રામાણિકતા દાખવી, પરત આપવા આવેલ સિનિયર સીટીઝન વિઠ્ઠલભાઇ દેવરાજભાઈ મોણપરાની પ્રામાણિકતાને બિરદાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews