તાજેતરમાં દિવાળીના તહેવારોની સિઝન ચાલતી હોય, ગેરકાયદેસર ફટાકડા વહેંચતા તેમજ ચાઈનીઝ ફટાકડા વહેંચતા ઈસમો પણ તહેવારોના સમયે સક્રિય બને છે. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તહેવારોના સમયમાં ખાસ કરીને જૂનાગઢ શહેર તથા જિલ્લામાં ગેરકાયદેસર તેમજ ચાઈનીઝ ફટાકડા વહેંચતા ઈસમો ઉપર કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવા તમામ પોલીસ અધિકારીઓને સૂચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી એમ.ડી. બારીયા, પીઆઇ આર.બી.સોલંકી સી ડિવિઝન પીએસઆઇ કે.એસ.ડાંગર, ભવનાથ પીએસઆઇ એન.કે.વાજા, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન. સગારકા, સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી, શહેર વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ દરમ્યાન ફટાકડા વહેંચતા વેપારીઓનું ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું. જૂનાગઢ શહેર પોલીસના આ ચેકીંગ દરમ્યાન ફટાકડા વહેંચતા વેપારીઓ દ્વારા મંજૂરી લેવામાં આવેલ છે કે કેમ ? આગના બનાવો ના બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવે છે કે
કેમ ? આગના બનાવ બને તો પુરતા પ્રમાણમાં અગ્નિશામક સાધનોની પુરી વ્યવસ્થા રાખવામાં આવેલ છે કે કેમ ? જરૂરી સ્ટોક જ રાખવામાં આવેલ છે કે કેમ ? વિગેરે બાબતે ખાસ ચેકીંગ હાથ ધરી, વેપારીઓને ફટાકડા વહેંચતા સમયે ખાસ સાવચેતી રાખવા પણ સુચનાઓ કરવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા વિસાવદર, મેંદરડા, માણાવદર, વંથલી, કેશોદ, માંગરોળ જેવા શહેર તથા ટાઉનમાં પણ અસરકારક કામગીરી કરવામાં આવેલ છે. આ કાર્યવાહી દરમ્યાન શહેર વિસ્તારના પોલીસ સ્ટેશનો ખાતે અલગ અલગ ટીમો બનાવી, વેપારીઓ તથા લોકોને માહિતગાર કરી, તહેવારોના સમયમાં લોકોને સાવચેત કરવા સુરક્ષિત રાખવા પણ કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. આ અંગે જુદા જુદા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકીંગ દરમ્યાન ફટાકડા દુકાનના ચેકીંગની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢની જનતાને તહેવારોના સમયમાં સાવચેત કરવા માટે જૂનાગઢ શહેરની જનતાને સુરક્ષીત સલામત રાખવા માટે પણ કાર્યવાહી કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર જીલ્લામાં રાઉન્ડ કલોક કામગીરી ચાલુ રહેશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews