કોરોના સંકટકાળ વચ્ચે તહેવારોની મોસમ શરૂ થઈ ચુકી છે. લોકોએ પોતાનું જીવન ભગવાન ભરોસે છોડી દીધું છે અને હાથે એજ સાથે માફક તહેવારોમાં ઉમંગ ભર્યો માહોલ સર્જાયો છે. ધનતેરસનાં પાવન પ્રસંગે બજારોમાં ભારે ખરીદીનો માહોલ સર્જાયો છે. જૂનાગઢ શહેરનાં વિવિધ બજારોમાં ભારે અવર-જવર વધી છે. ધનતેરસને લઈને લોકો અનેક પ્રકારની ચીજવસ્તુઓની ખરીદી કરી રહયા છે. આ ઉપરાંત શુકનરૂપ ઘરેણાં, કપડાલતાની ખરીદી કરવામાં આવી રહી છે. દેવ ઉઠી દિપાવલીનાં તહેવાર બાદ લગ્નગાળો શરૂ થવાનો હોય અને લગ્ન માટે મૂર્હુતો ઓછા હોય ત્યારે લગ્નો આગામી દિવસોમાં વધારે થવાનાં છે તેવા સંજાેગોમાં જે પરિવારમાં લગ્નના શુભ મુર્હૂત નિર્ધાયા છે તે પરિવારો દ્વારા જાેઈતી ચીજવસ્તુઓની ખરીદી થઈ રહી છે. તહેવારોની સાથે – સાથે લગ્નને અનુલક્ષીને પણ તેજીનો સંચાર થયો છે. જૂનાગઢની બજારોમાં દિવાળીના તહેવારોનો માહોલ જામ્યો છે. શહેરની મુખ્ય – મુખ્ય બજારોમાં દિવાળીની ખરીદી માટે લોકો ઉમટી રહયા છે. ખાસ કરીને આઝાદ ચોક પોસ્ટ ઓફિસથી પંચહાટડી ચોક, માંગનાથ રોડ, એમ.જી.રોડ, ચિતાખાના ચોક, દાણાપીઠ સહિતના વિસ્તારોમાં સાંજ પડે ને લોકોની ભીડ ઉમટી રહી છે. દિવાળીના રંગોળીના કલરથી બજારો ઉભરાઈ છે તો અવનવા મુખવાસ, ઘરના સુશોભન માટે તોરણ, લટકણીયા, ફટાકડા, દીવડા, નાન ખટાઈની વેરાયટી જાેવા મળી રહી છે. કપડાની ખરીદી માટે માંગનાથ રોડ ઉપર કાપડ બજારમાં લોકોની ભીડ જાેવા મળી રહી છે. પોલીસે પણ દિવાળીના તહેવારોને લઈને બજારોમાં ચુસ્ત બંદોબસ્ત મુકયો છે. ટ્રાફિક સમસ્યા નિવારવા અલગ- અલગ જગ્યાએ બેરીકેટ મુકવામાં આવ્યા છે. જેમ- જેમ દિવાળીના કલાકો નજીક આવી રહયા છે તેમ લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews