કેશોદનાં કેવદ્રા નજીક ટ્રેકટરે પ્યાગો રીક્ષાને ટકકર મારતા યુવતીનું મૃત્યુ

કેશોદ તાલુકાનાં કેવદ્રા ગામ નજીક એક અકસ્માતનો બનાવ સર્જાયો હતો. જેમાં એક યુવતીનું મૃત્યુ નિપજયું હતું. રાહુલભાઈ પ્રેમજીભાઈ ચુડાસમા (ઉ.વ.રપ)એ અજાણ્યા ટ્રેકટર ચાલક વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે પોતાના હવાલાવાળુ ટ્રેકટર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીની મીની પ્યાગો રીક્ષા જેના રજી.નં.જીજે-૦૩- એએકસ-ર૯૧૧ની ઈંગલ સાઈડમાં ભટકાડી રીક્ષાને પલટી ખવડાવી ફરીયાદીને તથા સાહેદને નાની-મોટી ઈજાઓ કરી ફરીયાદીની પત્ની અસ્મીતા રાહુલભાઈ પ્રેમજીભાઈ ચુડાસમા (ઉ.વ.ર૪)ને માથામાં તથા કપાળના ભાગે ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી નાશી જઈ ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.એસ. ઝાલા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!