Thursday, January 21

વંથલીનાં લુશાળા ગામે કોરોના વાયરસની રૂા.૯૦ હજારની કિંમતની ૬૦ રેપીટ ટેસ્ટ કિટ ચોરાઈ

વંથલી ગામે રહેતા નાથાભાઈ કમાભાઈ મકવાણા (ઉ.વ.પ૯) એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના અજાણ્યા ચોર ઈસમે કોવીડ-૧૯ કોરોના વાયરસની રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવાની કીટ નંગ-૬૦ કી.રૂા.૯૦,૦૦૦/- તથા ખાખી બોક્ષમાં તાવ, શરદી, ઉધરસ વિગેરેની સરકારી દવાઓ જેની કોઈ કિંમત લખેલ ન હોય તેની ફરીયાદીના હવાલાની ધનવંતરી રથ ઈકો ગાડીમાંથી ચોરી કરી લઈ ગુનો કર્યાની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ વંથલી પોલીસ સ્ટેશનનાં હે.કો. એસ.ડી. સોંદરવા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!