જૂનાગઢ જીલ્લા જેલમાંથી ગેરકાયદેસર અને અનઅધિકૃત પાંચ મોબાઈલ મળી આવતાં કાચા કામના ૬ કેદીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે દેવશીભાઈ રણમલભાઈ જેલર
ગૃપ-ર ઝડતી સ્કવોર્ડ દ્વારા પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, જેલ પ્રતિબંધ વિસ્તારમાં અનઅધિકૃત અને ગેરકાયદેસર રીતે મોબાઈલ ફોન -પ રૂા.પ૦૦ની કિંમતના ઝડત દરમ્યાન મળી આવતાં આ અંગે કાચા કામના આરોપીઓ (૧) રાજુ ભીમાભાઈ સીંધલ (ર) ભોલુ બચુભાઈ વાસણ (૩) રવી રામભાઈ પરમાર (૪) સીકંદર લીયાકતઅલી બુખારી (પ) આસીફ ઉર્ફે જીન્નાત રફીકભાઈ પઠાણ (૬) અમીદ ઉર્ફે અમીન કાસમભાઈ મજેઠીયા રહે. બધા હાલ જીલ્લા જેલ – જૂનાગઢ સામે ફરીયાદ નોંધાવતા એ-ડીવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews