જૂનાગઢ મહાનગરપાલિકામાં ૧૧ રોજમદાર કર્મચારીઓની ભરતી નિયમ વિરૂધ્ધ થઈ હોવાનું મંજુલાબેન પરસાણાનો આક્ષેપ

0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૪ નાં કોંગ્રેસનાં કોર્પોરેટર મંજુલાબેન કણસાગરાએ મેયર, કમિશ્નરશ્રી, ડે.મેયર વગેરેને એક પત્ર પાઠવી તાજેતરમાં જ ૧૮ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત સેક્રેટરીની સહિથી ભરતી કરવામાં આવી છે અને રોજગાર વિનીમય કચેરીમાંથી બેરોજગારની યાદી લીધા વગર વગે વાવણીની માફક ૧૧ કર્મચારીની રોજમદાર તરીકેની ભરતી કરવામાં આવી છે. તે નિયમ વિરૂધ્ધ છે અને આ ગેરબંધારણીય ભરતી પ્રક્રરણમાં ભવિષ્યમાં ઉપસ્થિત થતાં કાયદાકીય લીટીગેશનની સંપુર્ણ જવાબદારી કમિશ્નર તુષાર સુમેરાની અંગત રહેશે તેમ મંજુલાબેન પરસાણાએ એક નિવદનમાં જણાવ્યું છે.
મહાનગરપાલિકા જૂનાગઢના ૧૮ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત સેક્રેટરીની સહીથી ૧૧ રોજમદાર કર્મચારીની ભરતી સેક્રેટરી શાખા જા.નં.૧૦૩/ર૦
તા.૧૧-૧૧-ર૦ર૦થી કરવામાં આવેલ છે ભરતી કોઈપણ વર્તમાન પત્રમાં જાહેરાત આપ્યા વગર જ કરેલ છે. તેમજ રોજગાર વિનીમય કચેરીમાંથી બે રોજગારની યાદી મંગાવ્યા વગર જ કરેલ છે. અમોએ અગાઉ પણ ભરતી અને બઢતીના જે નિયમો બનાવેલ ત્યારે પણ રજુઆત કરેલ હતી કે આ નિયમો સંપુર્ણ ગેરરીતી કરવાજ માટે બનેલ છે તેવું લોકોને લાગી રહયું છે. તેનો આ પ્રથમ ઓફીસ ઓર્ડર બહાર પડેલ છે. આ ભરતી અને બઢતીના નિયમો વખતે મેયર ધીરૂભાઈ ગોહેલ તરફથી પ્રેસ મિડીયામાં એવી જાહેરાત કરવામાં આવેલ હતી કે તમામ ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાંથી નિયમ મુજબ કરવામાં આવશે તો શું મેયર તરફથી કરવામાં આવેલ નિવેદન પછી શા માટે ખોટી ભરતી કરવામાં આવી છે. હાલમાં જે ૧૧ રોજમદારની ભરતી કરવામાં આવેલ છે તે ઓફિસ ઓર્ડર સેક્રેટરીની સહીથી ઈશ્યુ કરેલ છે. પરંતુ તેની સંપુર્ણ જવાબદારી કમિશ્નર તુષાર સુમેરાની રહેશે. કારણ કે આ ઓર્ડરનો ઠરાવ સ્થાયી સમિતીમાં મંજુર થશે અને એ ઓર્ડરને વહીવટી મંજુરી તો કમિશ્નરજ આપશે. મહાનગરપાલિકા જૂનાગઢની અન્ય શાખાઓ જેવી કે વોટર વર્કસ, સ્ટ્રીટ લાઈટ શાખા, હેલ્થ શાખા કે જે પ્રજાને જાહેર સુવિધા આપવા માટે કાર્યરત છેે તેમા જે સ્ટાફની ઉણપ છે તેની ભરતી પણ આ રીતે જરૂરીયાત મુજબ કરી શકે તેવા તમામ પાવર્સ તેમના શાખા અધિકારીઓને આપવા જાેઈએ. જેથી પ્રજાના પ્રાથમિક સુવિધાના કાર્યો યોગ્ય અને સમયસર થઈ શકે તેમ પત્રનાં અંતમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!