ભારતમાં ચા ઉત્પાદન અને વેચાણ ક્ષેત્રે પાયોનિયર ગણાતા વાઘબકરી ચા ગ્રુપ દ્વારા તેના ભારતમાં બિઝનેશને ૧૦૦ વર્ષ પુર્ણ કરવાની ઉજવણી કરી રહયું છે તે નિમિતે વાઘબકરી જૂથ દ્વારા ગત તા. ૧ર નવેમ્બરે, ર૦ર૦નાં રોજ વડોદરાનાં ઈનોરબીટ મોલમાં વડોદરામાં તેનું પ્રથમ અને દેશમાં તેનું ૧૦મું ટી-લાઉન્જ લોન્ચ કરવામાં આવ્યું હતું. ખૂબજ વિશાળ જગ્યામાં અને ચીક સીગ્નેચર ટી-લાઉન્જ ર૪ કલાકમાં કોઈપણ સમયે એકી સાથે ૪૦ લોકોને સમાવેશ કરવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રસંગે વાઘબકરી ટી લાઉન્જનાં એકઝીકયુટીવ ડાયરેકટર પરાગ દેશાઈએ લાગણી વ્યકત કરતા કહયું કે, અમદાવાદ વાઘબકરી ગ્રુપનું વૈશ્વિક હેડકવાર્ટર છે પરંતુ વડોદરા અમારા હૃદયમાં છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે ભારતમાં કોરોના પેન્ડેમીક દરમ્યાન દરેક વ્યકિતનાં જીવનમાં ભારે ઉથલ પાથલ મચી ગઈ હતી પરંતુ હવે અનલોક સાથે અમે વડોદરાનાં લોકો માટે અમે એક એવું સલામત હાઈજેનીકલી સેફ સ્થળ આપવા માંગતા હતા જેથી આ સ્થળે પોતાના પરીવાર અને મિત્રો સાથે મુલાકાત લઈ સમય પસાર કરી શકે. તેમણે વધુમાં ઉમેર્યુ કે, ન્યુ ટી-લાઉન્જનું ઈન્ટીરીયર તેમજ ચા અને ફૂડનું મેનુ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું હતું કે, જે વડોદરાનાં લોકોને પૂર્ણ સંતોષ અને લાગણી આપે, જેમકે અમે આત્મનિર્ભર ભારત તરફ અમારૂ સમર્થન અને તે દિશામાં પ્રયાણ શરૂ કરી દીધું છે. ટી-લાઉન્જનું ઉદ્ઘાટન નવરચના એજયુકેશન સોસાયટીનાં ચેરપર્સન શ્રીમતિ તેજલ અમીન દ્વારા કરવામાં આવ્યું હતું કે જેઓ વડોદરા શહેરમાં છેલ્લા ૪૦ વર્ષથી ઈન્ડસ્ટ્રી, શિક્ષણ અને સામાજીક – સાંસ્કૃતિક પ્રવૃતિઓ સાથે ઘનિષ્ઠ રીતે જાેડાયેલા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews