સોમનાથ મહાદેવ મંદિરે દિવાળીમાં ઘૂઘવ્યો માનવ મહાસાગર

વિશ્વ પ્રસિધ્ધ ભારતનાં બાર જયોર્તિલીંગ પૈકી પ્રથમ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરે દિવાળીનાં તહેવારોમાં વિશાળ માનવ મહેરામણ ઉમટયો હતો અને સમગ્ર વાતાવરણ મેળા જેવું બન્યું હતું. તા. ૧૭ નવેમ્બરનાં રોજ ૩પ હજાર લોકો, ૧૬ નવેમ્બરનાં રોજ ૧૯ હજાર લોકોએ સોમનાથનાં દર્શન કર્યા હતાં. એસટી વિભાગે દસ લાખથી વધુની આવક મેળવી હતી. અંદાજે એક લાખ જેટલા યાત્રીકો-ભાવિકો પ્રવાસીઓએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતાં. અને ભારે ભીડથી વાહનોનાં થપ્પા લાગ્યા હતાં અને હાઈવે ધમધમતો રહયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!