જૂનાગઢ એસટી ડિવીઝનના ૯ ડેપોને દિવાળી ફળી ૭ દિવસમાં રૂા.૩૨.૧૭ લાખથી વધુની આવક

0

જૂનાગઢ એસટી ડિવીઝન હેઠળ આવતા ૯ ડેપો દ્વારા દિવાળીના તહેવારને લઇને એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં જૂનાગઢ એસટી વિભાગને દિવાળી ફળી હોય તેમ ૭ દિવસમાં રૂા.૩૨.૧૭ લાખથી વધુની આવક થઇ છે. જૂનાગઢ એસટી ડિવીઝનના વિભાગીય નિયામક જી.ઓ.શાહે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારને લઇને દર વર્ષે એકસ્ટ્રા બસો દોડાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ તા.૧૧ થી ૧૭ નવેમ્બર સુધી જૂનાગઢ-સોમનાથ-દ્વારકા-જામનગર-રાજકોટ-અમદાવાદ-ગોધરા-દાહોદ-રાધનપુર-ઉના-સાવરકુંડલા અને અમરેલી રૂટ ઉપર એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જૂનાગઢ એસટી ડિવીઝન હેઠળ આવતા ૯ ડેપોની ૨૩૩ બસો દ્વારા ૪૯૪ ટ્રીપ કરી હતી. જેમાં ૨૦,૪૫૩ લોકોએ મુસાફરી કરતા ૯ ડેપોને રૂા.૩૨,૧૭,૨૬૦ની આવક થઇ છે અને એક કિલોમીટર દીઠ રૂા.૨૨.૬૩ની આવક થઇ છે. દર વર્ષે દિવાળીના તહેવારમાં એકસ્ટ્રા બસો દોડાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાની મહામારીને લઇને ગત વર્ષ કરતા એકસ્ટ્રા બસોની સંખ્યામાં ઘટાડો કરાયો હતો અને કોરોનાને લઇને સરકારની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!