દિવાળીની ૩ દિવસની રજામાં ૨૪૫૯૪ લોકોએ જૂનાગઢ ઝૂની મુલાકાત લીધી

0

દિવાળીની ત્રણ દિવસની જાહેર રજાને લઇને ૨૪૫૯૪ લોકોએ જૂનાગઢના સક્કરબાગ ઝૂની મુલાકાત લીધી હતી. જેમાં ઝૂને ૭,૪૩,૦૦૦ રૂપિયાની આવક થઇ છે. જૂનાગઢ સક્કરબાગ ઝૂના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે, દિવાળીની જાહેર રજાને લઇને સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હતો. જેમાં તા.૧૪ ને શનિવારે ૩૦૯૭ લોકોએ મુલાકાત લીધી હતી. જેમાં ૯૯,૦૦૦ રૂપિયાની આવક થઇ હતી. તા.૧૫ને રવિવારે ૯૬૨૫ લોકોએ મુલાકાત લીધી હતી. જેમાં ૨,૯૦,૦૦૦ની આવક થઇ હતી. જ્યારે તા.૧૬ને સોમવારને બેસતા વર્ષના દિવસે ૧૧,૮૭૨ લોકોએ સક્કરબાગ ઝૂની મુલાકાત લેતા ૩,૫૪,૦૦૦ની આવક થઇ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીને ધ્યાને લઇને સરકારની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું અને દિવાળીના તહેવારને લઇને સક્કરબાગ ઝૂમાં પ્રવેશ માટે છુટછાટ આપવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!