જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. તાજેતરમાં દિવાળીનો તહેવાર હોય, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એમ.ડી.બારીયા, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી, પીએસઆઇ એ.કે.પરમાર અને સ્ટાફના અલતાફભાઈ, જીવાભાઈ, પરેશભાઈ, કલ્પેશભાઈ, પૃથ્વીસિંહ, અજયસિંહ, ભગતસિંહ, વિગેરે ભવનાથ ખાતે આવેલ આપણું ઘર નામનું વૃદ્ધાશ્રમ કે જ્યાં કુલ ૨૫ વૃદ્ધો રહે છે તેમની સાથે દિવાળીની ઉજવણી કરી, તેઓને ભોજન કરાવી અને સાથે બેસી વાતો કરી, ભોજન પણ કરી, અનોખી સેવા પૂરી પાડેલ છે. હાલના સંજોગોમાં વૃદ્ધો સાથે કોઈ વાત કરવા કે બેસવા તૈયાર નથી, એવા આધુનિક યુગમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પોલીસ દ્વારા ભવનાથ ખાતે આવેલ આપણું ઘર નામનું વૃદ્ધાશ્રમમાં વસતા વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે દિવાળીની ઉજવણી કરી, તેઓને જૂનાગઢ પોલીસ દ્વારા જમવાનું જાતે પીરસી, જાતે જ જમાડવા સહિતની કામગીરી કરી, સહિષ્ણુતા બતાવી અને વૃદ્ધાશ્રમના વૃદ્ધો પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદનશીલતાનો અહેસાસ કરાવેલ છે. આ વૃદ્ધાશ્રમ ખાતે રહેતા વૃદ્ધો અને સંચાલકો જૂનાગઢ પોલીસની સેવાકીય, સંવેદનશિલ ભાવનાથી ભાવવિભોર થઈ ગયા હતા. જૂનાગઢ ખાતે યુવાન પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા, પીઆઇ આર.બી.સોલંકીને દિવાળીના પેટ્રોલીંગ, બંદોબસ્ત દરમ્યાન વૃદ્ધાશ્રમના વૃદ્ધોને દિવાળીની ઉજવણી કરાવવાનો વિચાર આવ્યો અને જૂનાગઢ પોલીસે તેનો અમલ કરી, વૃદ્ધાશ્રમના વૃદ્ધોને તહેવારની ઉજવણી કરાવી તહેવારને સાર્થક કર્યાની ભાવના વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત બી ડિવિઝન વિસ્તારના ચોબારી રોડ ઉપર ઝાંઝરડા ખાતે રહેતા શ્રમિક વર્ગના જરૂરિયાતમંદ લોકોને પણ રાત્રીનું ભોજન કરાવી, દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ પોલોસની તહેવારોના સમયમાં સહિષ્ણુતાભરી કામગીરીથી ચોબારી રોડ ઉપર રહેતા મજૂરોના બાળકો અને વૃદ્ધો સહિતના અબાલ વૃદ્ધો ભાવ વિભોર થયા હતા અને તમામે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews