જૂનાગઢ માર્કેટીગ યાર્ડનો પ્રારંભ : સ્નેહ મિલન યોજાયું

0

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે આજથી લાભપાંચમનાં શુભ મુર્હૂતે કારોબાર શરૂ થઈ ગયો છે. આજે દિપાવલી અને નૂતન વર્ષનાં પર્વ પ્રસંગે દિવાળી વેકેશન બાદ માર્કેટીંગ યાર્ડ ખુલ્યું છે. અને વેપારનો પ્રારંભ થયો છે. માર્કેટીંગ યાર્ડનાં નવનિયુકત ચેરમેન કિરીટભાઈ પટેલ, વાઈસ ચેરમેન તેમજ યાર્ડનાં સર્વે ડિરેકટરોની ઉપસ્થિતિમાં આજે વેપારી – મિત્રો તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન પણ યોજવામાં આવ્યંુ હતુ. ઉપસ્થિત મહાનુભાવોની નિવનિયુકત ચેરમેન અને નવી ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ તકે માર્કેટીંગ યાર્ડનો વધુને વધુ વિકાસની પ્રક્રિયા વેગવાન બનાવવા નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!