જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોની ઉમંગભેર અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. લોકોનાં ચહેરા ઉપરા ઉમંગ અને થનગનાટ સાથે નવાવર્ષનાં આગમનને વધાવવામાં આવ્યું હતું. અને આજે લાભપાંચમનાં પર્વ શુભમુર્હૂતે વેપાર – રોજગારનો શુભારંભ કરવામાં આવ્યો છે. આજે નવાવર્ષમાં સર્વે ભકતો, સર્વે સમાજ અને સર્વનું કલ્યાણ થાય અને સુખ શાંતિ, સમુધ્ધિ ભોગવે અને આરોગ્ય સૌનું જળવાય રહે તેવી શુભકામનાં જૂનાગઢ જવાહર રોડ ઉપર આવેલા મુખ્ય સ્વામિ નારાયણ મંદિરનાં ચેરમેન કોઠારી સ્વામિ દેવનંદનદાસજી એવમ મહંત સ્વામિ પ્રેમસ્વરૂપદાસજી, તેમજ કોઠારી સ્વામિ પી.પી.સ્વામીએ પાઠવી છે.
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શનિવારનો દિવસ આનંદ, ઉત્સાહ અને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતો રહયો હતો. લોકોએ આ દિવસ એટલે કે દિપાવલીનાં દિવસની સવારથી જ આનંદ, ઉત્સાહ સાથે ભાઈબીજની ઉજવણી કરી હતી.
દિપાવલી પર્વ પ્રસંગે લોકોએ પોતાના આવાસોની અનેરી સજાવટ, લાઈટ ડેકોરેશન અને દિવડા પ્રગટાવ્યા, રંગોળી બનાવી અને રાત્રીનાં ફટાકડાની આતશબાજીનો નજારો જાેવા મળ્યો. જયારે બજારોમાં રોનક ફરી વળી હતી. વેપારી મિત્રો દ્વારા શારદાપૂજન, ચોપડા પૂજનનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. ર૦ર૦નાં વર્ષમાં માર્ચ માસમાં કોરોનાનાં આક્રમણ બાદ સૌ પ્રથમવાર એટલે કે દિપાવલીનાં પર્વે શનિવારનાં સવારથી તે મોડી રાત્રી સુધી ઉમંગ અને ઉત્સાહનો માહોલ રહયો હતો. દેવમંદિરોમાં વિશેષ પૂજાનાં કાર્યક્રમ યોજાયાં હતાં. સરકારશ્રીની માર્ગદર્શીકા અનુસાર ઉજવણી કરવામાં આવી હતી. દિપાવલીનાં પર્વનાં બીજા દિવસે એટલે કે રવિવારે ‘‘ધોકો’’ રહયો જાેકે ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારે બેસતું વર્ષ કરવામાં આવ્યું હતું અને શહેરી વિસ્તારોમાં સોમવારે નવાવર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં પણ દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. દેવમંદિરોમાં અનેરી સજાવટ, વિશેષ પૂજા અને અન્નકોટ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. લોકોએ આ તહેવારોને મનભરીને માણ્યા હતાં. નવા વર્ષ નિમિતે આ વર્ષે સ્નેહ મિલનનાં કાર્યક્રમો સરકારની માર્ગદર્શિકા અને તકેદારીનાં પગલા સાથે યોજાયા હતાં. લોકોએ પરસ્પર નવા વર્ષની શુભકામનાં પાઠવી હતી. દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોની ઉજવણી બાદ ભાઈબીજનો તહેવાર એટલે કે ભાઈદુજ પણ મનાવવામાં આવી હતી. તહેવારોની ઉજવણી શાંતિમય રીતે સંપન્ન કરવામાં આવી છે. જયારે આજે લાભપાંચમનાં સપરમાં દિવસે વેપાર, રોજગાર ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. અને મુર્હૂતનાં માલ ખરીદીના સોદાઓ કરવામાં આવ્યા હતાં. તહેવારોમાં દિવસોમાં વેકેશન બાદ આજે શુભમુર્હૂત સાથે લાભપાંચમથી વેપાર રોજગાર શરૂ થયા છે. ત્યારે નવાવર્ષની સૌને શુભકામનાં પાઠવવામાં આવે છે.
દરમ્યાન આ તકે જૂનાગઢ જવાહરરોડ ઉપર આવેલા અને ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવવામાં આવેલા દેવો જયાં બિરાજમાન છે. હરીકૃષ્ણ મહારાજ રાધારમણદેવ, રણછોડરાયજી ત્રિકમરાયજી, ભગવાન ગણેશજી, સંકટ મોચન હનુમાનજી મહારાજ જયાં બિરાજી સર્વે શ્રધ્ધાળુ, ભકતો ઉપર કૃપા વરસાવે છે. એવા સ્વામિનારાયણ મુખ્ય મંદિરનાં ચેરમેન કોઠારી સ્વામિ દેવનંદનદાસજી એવમ મહંત સ્વામિ પ્રેમસ્વરૂપદાસજી, તેમજ કોઠારી સ્વામિ પી.પી.સ્વામી તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા સર્વે સમાજ અને સર્વે હરીભકતોને શુભકામનાં પાઠવી છે. અને નવાવર્ષમાં સૌનું આરોગ્ય જળવાય, સુખશાંતિ, સમૃધ્ધિ સાથે સર્વેનું કલ્યાણ થાય તેવી પ્રાર્થનાં ઠાકોરજીનાં ચરણોમાં કરી છે અને કોરોનાનાં સંક્રમિતકાળમાં સરકારની ગાઈડ લાઈનનું આપણે સૌનું પાલન કરીએ સૌ તકેદારી રાખી સૌનું આરોગ્ય સારૂ રહે અને સૌ સુખી થાય તેવી શુભકામનાં વ્યકત કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews