તાલાલાના વડલા ગામે મર્ડરના આરોપીએ વચગાળાના જામીન મેળવવા કોર્ટમાં પ્રેગ્નન્સીનું ખોટું સર્ટી રજૂ કરતા પોલીસ ફરીયાદ

0

ગીર સોમનાથ જીલ્લાના તાલાલા તાબાના વાડલા ગામે રહેતો શખ્સ ખૂન કેસમાં જેલમાં હોય જેમાં વચગાળાના જામીન મેળવવા કોર્ટમાં તેની પત્નીને એકટોપીક પ્રેગ્નન્સી હોવાનું તબીબી સર્ટી ખોટું રજુ કરતા પોલીસે પતિ-પત્ની તથા હોસ્પીટલમાં અગાઉ કામ કરતી સીસ્ટર સહીત ત્રણ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તાલાલાના વાડલા ગામે રહેતો નૈષધ ઉર્ફે લાલો કરશન મુજપરા પટેલ ખૂનના ગુન્હામાં જેલવાસ ભોગવી રહયો હતો અને દિવસ ૩૦ના વચગાળાના જામીન મેળવવા માટે વેરાવળ સેસન્સ કોર્ટમાં વકીલ સવાણી મારફત ઇલેકટ્રોનીકસ માધ્યમથી અરજી કોર્ટમાં સબમીટ કરેલ હતી. જેની સુનાવણી તા. પ-૧૧-ર૦ના રોજ થતા વકીલએ અરજદારની પત્નીની સારવાર અને વ્યવસ્થા માટે હાજર રહેવું જરૂરી હોવાનું કારણ અરજીમાં જણાવેલ અને આ અંગે અરજદાર નૈષધની પત્ની હીનાબેન એકટોપીક પ્રેગ્નન્સી હોવાનંુ પ્રમાણપત્ર આશા મેટરનીટી એન્ડ ચીલ્ડ્રન હોસ્પીટલનું રજૂ કરેલ હતુ. આ પ્રમાણપત્ર-સર્ટીફીકેટની ખરાઇ કરવા પોલીસ હોસ્પીટલમાં જતા સમગ્ર હકીકત બહાર આવેલ હતી. જેમાં કોર્ટમાં રજૂ કરેલ સર્ટી ખોટું હોવાનું બહાર આવતા પોલીસે પતિ નૈષધ ઉર્ફે લાલો કરશન મુજપરા તથા તેની પત્ની હીનાબેન નૈષધ અને હોસ્પીટલમાં અગાઉ સીસ્ટર તરીકે કામ કરતી નજમાબેન ઉર્ફે નાજીયા સરફરાજ બેલીમ (રહે.વેરાવળવાળા)ની સામે સર્ટી ખોટું હોવાનું જાણવા છતાં ખરા તરીકેનો ઉપયોગ કરવાના ઇરાદે કોર્ટમાં ન્યાયીક પ્રક્રીયામાં ખોટો પુરાવો રજૂ કરેલ હોવાથી ત્રણેય સામે પોલીસે આઇ.પી.સી. કલમ ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧ર૦ બી મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ પી.આઇ. ડી.ડી. પરમારે હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!