કૃષિ ઈજનેરી કોલેજ દ્વારા વિશ્વ જમીન દિવસની ઉજવણી કરાઈ

0

વિશ્વમાં પાંચમી ડિસેમ્બરે વિશ્વ જમીન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ-૨૦૨૦માં મુખ્ય વિષય “જમીનની જીવંતતા માટે તેની જૈવિક વિવિધતા જાળવો” ઉપર ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળની કૃષિ ઈજનેરી અને ટેક કોલેજના જમીન અને જળ સંરક્ષણ ઈજનેરી વિભાગ દ્વારા આજ વિષય ઉપર વિશ્વ જમીન દિવસ ઉજવવામાં આવેલ હતો. જેમાં કૃષિ ઈજનેરી કોલેજના આચાર્ય ડો. એન.કે. ગોંટીયા અને જમીન અને જળ ઈજનેરી વિભાગના વડા ડો. એચ.ડી. રાંક દ્વારા જૈવિક વિવિધતાથી જમીનની જીવંતતા અને જમીન સરક્ષણની અગત્યતા અને જાળવણી વિષે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ડો. એચ.વી.પરમાર, ડો. પી.બી.વેકરીયા અને ડો. આર.જે.પટેલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં અંદાજીત ૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઓનલાઈન ભાગ લીધેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!