કેન્દ્રીય કૃષિ સંબંધીત નવા કાયદાઓનાં વિરોધમાં આવતીકાલે ગુજરાત બંધનું કોંગ્રેસ સહિતનાં ૧૭ સંગઠનો દ્વારા કોલ આપવામાં આવ્યો છે અને જેના પગલે આવતીકાલે બંધ પાળવામાં આવશે. ત્યારે આવતીકાલે જૂનાગઢ શહેર અને જીલ્લામાં પણ બંધ પાળવામાં આવશે. કૃષિ કાયદાના વિરોધમાં વેપારી, ખેડુતો, આમપ્રજા અને સંબંધીત સંગઠનોએ સહકાર આપવા જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા અપીલ કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા આવતીકાલે તા.૮મીનાં રોજ બંધ પાળવાની સાથે રાજયવ્યાપી ચકકાજામનો કાર્યક્રમ જાહેર કરેલ છે. આ સાથે રાજયનાં ૧૭ ખેડુત સંગઠનોની બનેલી ગુજરાત સંઘર્ષ સમિતીએ પણ બંધના દિવસે ધરણા, ચકકાજામ, દેખાવો સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. અને કૃષિ કાયદાઓનો વિરોધ કરવામાં આવશે. દરમ્યાન જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતીનાં પ્રમુખ નટુભાઈ પોંકીયાએ આવતીકાલે ભારત બંધનાં એલાન અંતર્ગત ગુજરાતમાં બંધ પાળવામાં આવશે. અને આવતીકાલે જૂનાગઢ શહેર અને જીલ્લામાં બંધ પાળવામાં અપીલ કરી હતી. આવતીકાલ તા.૮-૧ર-ર૦ર૦નાં રોજ બંધના એલાનને જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતી સમર્થન કરે છે અને આ બંધના એલાનમાં જૂનાગઢ જીલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે. વેપાર-ધંધો અને ખેડુત અને ખેતી ઉપર નિર્ભર છે. વેપાર ક્ષેત્રે ૬૦ ટકા ખેડુતોના સંતાનો પણ છેં. જાે ખેડુતો સધ્ધર હશે તો બજારો પણ કાયમ માટે ધમધમતી રહેશે. આવતીકાલનાં બંધમાં તમામ લોકો સહકાર આપે, વેપાર-ધંધા બંધ રાખી સમર્થન આપે તેમજ આ બંધ દરમ્યાન સરકાર કાળો કાયદો પાછો ખેંચે તેવા પોસ્ટરો પણ બતાવી અને શાંતિપુર્ણ રીતે દેખાવો કરી અને વિરોધ દર્શાવનાર છે. ત્યારે જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા એક દિવસનાં આવતીકાલનાં બંધમાં સર્વેને જાેડાવવા અપીલ કરી છે તેમ જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતીના મહામંત્રી વી.ડી. સીડાની યાદીમાં જણાવેલ છે. જૂનાગઢ શહેરમાં તથા જીલ્લામાં ટ્રાન્સપોર્ટ, વેપાર બંધ રાખવા અપીલ પણ કરવામાં આવી
છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews