રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલ આગના પગલે સરકાર દ્વારા રાજ્યની તમામ હોસ્પિટલોમાં ચેકીંગ હાથ ધરાયુ છે અને મોકડ્રિલનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જૂનાગઢની તમામ કોવિડ હોસ્પિટલનું અધિકારીઓ અને મનપાની ફાયર શાખા દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી હોસ્પિટલ સ્ટાફને જરૂરી તાલીમ આપવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાનો કહેર છવાયો છે ત્યારે કોવિડ હોસ્પિટલોમાં આગના બનાવો વધી રહ્યા છે અને તાજેતરમાં રાજકોટમાં બનેલી ઘટનાને પગલે હવે તંત્રએ ગુજરાતરાજ્યની તમામ કોવિડ હોસ્પિટલોમાં ચેકીંગ હાથ ધરતા હવે જૂનાગઢમાં મનપા ફાયર શાખાની ટીમને સાથે રાખીને સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયુ હતું. સાથે મોકડ્રિલ પણ યોજવામાં આવી હતી, જૂનાગઢ જિલ્લાના ક્વોલિટી ઇન્શ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો .સંજીવ કુમારે જણાવ્યું હતું કે, હોસ્પિટલના ચેકીંગ દરમ્યાન અમે તમામ પાસાઓને ચેક કરીએ છીએ જેમાં આગ લાગવાની શક્યતાઓ છે કે નહિ ? જાે આગ લાગે તો કેવી રીતે બચાવ કરી શકાય? પૂરતા સાધનો છે કે નહિ? તે અંગે પીજીવીસીએલ સ્ટાફને સાથે રાખીને ચેકીંગ કરાયું છે તેમજ હોસ્પિટલના સ્ટાફને ટ્રેંનીંગ પણ આપવામાં આવી છે. આ સમગ્ર ચેકીંગ જૂનાગઢની ખાનગી કોવીડ હોસ્પિટલોમાં કરવામાં આવ્યું હતું. હોસ્પિટલનું સંચાલન કરતા ડો. અઘેરાએ જણાવ્યું હતું કે, આજે હોસ્પિટલમાં ઓચિંતું ચેકીંગ કરી, મોકડ્રિલ યોજવામાં આવી હતી અને તેમાં અમે ખરા ઉતાર્યા છીએ. જૂનાગઢ મનપા ફાયર શાખાની ટીમને સાથે રાખીને સરપ્રાઈઝ ચેકીંગ પણ હાથ ધરાયુ હતું જેમાં જૂનાગઢ જિલ્લાના મેડિકલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સ્ટાફને આગ લાગવાના સંજાેગોમાં કેવી રીતે બચાવ કરવો અને આગને કાબુમાં લેવામાં શુ કરવું તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતુ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews