ગીર સોમનાથ જીલ્લામાંથી પકડાયેલ ગેરકાયદેસર ખાણોની તપાસનો રેલો ગાંધીનગર સુધી ન પહોંચે એટલે ચાર્જ લઇ લેવાયાનો ધારાસભ્યોનો ખુલ્લો આક્ષેપ

0

 

ગીર સોમનાથ જીલ્લામાં ચાર દિવસ પૂર્વે ઇન્ચાર્જ એસપીએ ખનીજચોરો ઉપર બોલાવેલ તવાઇ બાદ ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડાનો ચાર્જ લઇ લેવાના સરકારના હુકમનો મામલો ગરમાયો છે. જેમાં શનિવારે જીલ્લાના બે સીનીયર કોંગી ધારાસભ્યોએ પત્રકાર પરીષદ યોજી ગીર સોમનાથ જીલ્લામાં વહીવટી અને પોલીસ તંત્રની મિલીભગતની બેફામ ખનીજચોરી સહિતની અસામાજીક પ્રવૃતિઓ ધમધમતી હોવાના ખુલ્લા આક્ષેપો કર્યો હતા. ઇન્ચાર્જ એસપીએ ગેરકાયદેસર ખાણો ઉપર પાડેલ દરોડા પાડી પર્દાફાશ કર્યો છે તેની તપાસનો રેલો ગાંધીનગર સુધી ન પહોંચે અને સત્ય બહાર ન આવે તેથી ઢાંકપીછોડો કરવા માટે ચાર્જ લઇ લવાયો હોવાનો આક્ષેપ કરી જાે સરકાર સાચી હોય તો સીટની રચના કરી આ પ્રકરણની ન્યાયીક તપાસ કરાવે તેવી માંગણી કરી હતી.
વડામથક વેરાવળમાં શનિવારે કોંગી ધારાસભ્ય પુંજાભાઇ વંશ અને મોહનભાઇ વાળાએ પત્રકાર પરીષદ યોજી રાજય સરકારની રિતી-નિતી ઉપર સવાલો ઉઠાવી આક્ષેપોની વણઝાર કરતા જણાવેલ કે, સમગ્ર ગીર સોમનાથ જીલ્લામાં વહીવટી અને પોલીસ તંત્રની મિલીભગતથી રાત્રીના અંધારામાં બેફામ ખનીજચોરી, દેશી-વિદેશી દારૂની હેરાફેર અને જુગાર જેવી અસામાજીક પ્રવૃતિઓ ધમધમે છે. ગીર સોમનાથ જીલ્લામાં મિલીભગતથી વ્યાપકપણે જે રીતે ખનીજચોરી પ્રવૃતિ ધમધમે છે જેનો ઇન્ચાર્જ એસપીએ જે રીતે પર્દાફાશ કર્યો છે તેનો કોડીનારથી લઇ ગાંધીનગર સુધી રેલો આવે એટલા માટે પોલીસવડાનો ચાર્જ લઇ લેવામાં આવ્યો છે જે આઘાતજનક દુર્ભાગ્યપુર્ણ છે. કારણ કે, આ સરકારમાં આવા અધિકારીઓ જયારે સારૂ કામ કરતા હોય ત્યારે તેને ડીમોલાઇઝ કરવા સરકાર આ પ્રકારના ર્નિણય કરે ત્યારે નિષ્ઠાથી ફરજ બજાવવા માંગતા તેવા કોઇ અધિકારીઓ ભવિષ્યમાં પ્રામાણીકતાથી ફરજ બજાવશે કે કેમ તે સવાલ ઉભો થયો છે. જાે ઇન્ચાર્જ એસપીએ ૧૧ ગેરકાયદેસર ખાણો પકડી છે તો શું અગાઉના એસપીને આ પ્રવૃતિની ખબર ન હતી ? તેવો સવાલ કર્યો હતો.
વધુમાં ગત તા.૨૧ નવેમ્બરના રોજ ગીર સોમનાથ જીલ્લાની ફરીયાદ સંકલનની બેઠકમાં જ ઘાંટવડ સહિતના આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર ખાણો ધમધમતી હોવાની ફરીયાદ કરી હતી. જે અંગે ગીર સોમનાથ જીલ્લા કલેકટરે કડક પગલાઓ લેવાની વાત કરી હતી જે ન લેવાયા હોવાથી હાલમાં ૧૧ ખાણો પકડાય છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આ ગેરકાયદેસર પ્રવૃતિમાં જીલ્લાનું વહીવટી ભાગીદાર છે કે કેમ ? શું ગીર સોમનાથ જીલ્લામાં ધમધમતી ગેરકાયદેસર અસામાજીક પ્રવૃતિઓ બાબતે કલેકટર કે પોલીસવડાની કોઇ જવાબદારી છે કે કેમ ? જાે ઇન્ચાર્જ એસપીઓ દરોડો પાડી ગેરકાયદેસર ૧૧ ખાણો પકડી પાડી છે ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં એલસીબી, એસઓજી, આર.આર.સેલ જેવી બ્રાંચો કરે છે શું ? તેવો સવાલ થાય છે. જાે સરકાર સાચી હોય તો સીટની રચના કરી ગીર સોમનાથ જીલ્લામાં જેટલી ગેરકાયદેસર ખાણો ચાલે છે તેની ગણતરી કરાવી તેની ન્યાાયીક તપાસ કરાવી જે કોઇ સામેલ હોય તેઓ સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરે તેવી માંગણી કરી હતી. આ દુષણને તંત્ર કાયમી માટે ડામી દેવા માંગતુ હોય તો ગીર સોમનાથ જીલ્લા કલેકટર અને પોલીસ વડાની સાથે જનતારેડ કરવાની અમારી તૈયારી હોવાનું અંતમાં બંન્ને ધારોસભ્યોએ જણાવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!