જલારામ જયંતિ પ્રસંગે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ઓનલાઈન વકતૃત્વ ર્સ્પધામાં જૂનાગઢની કુમારી ધારા આડતિયા વિજેતા

0

 

લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ પૂજય જલારામબાપાની જયંતિ પ્રસંગે આંતરરાષ્ટ્રીય ઓનલાઈન વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જૂનાગઢની કુ.ધારા આડતિયા મેદાન મારી ગઈ હતી. જૂનાગઢનું ગૌરવ વધારનાર આ દિકરીને અભિનંદનની વર્ષા કરવામાં આવી હતી.
જૂનાગઢનાં લોહાણા સમાજની દિકરી ધારા આડતિયાને કુદરત તરફથી વિશિષ્ઠ વકતૃત્વ કળા ભેટ મળી છે. જયારે તેનો વાણી ધોધ વહેતો મુકે છે. ત્યારે ઓડીયન્સ તેના વાક પ્રવાહમાં ડુબતો જાય છે, વાકધારામાં તણાતો જાય છે. તાજેતરમાં ઈંગ્લેન્ડના લેસ્ટર શહેરમાં જલારામ જયંતિ પ્રસંગે આતંરરાષ્ટ્રીય ઓનલાઈન વકતૃત્વ સ્પર્ધા આયોજીત થયેલી, તેમાં કુ.ધારા આડતિયા મેદાન મારી ગઈ અને આ વિદેશી સંસ્થા તરફથી તેમને રૂા.રપ૦૦ ઈનામ મળ્યું. પછી તો જૂનાગઢના જલારામ પરિવાર ટ્રસ્ટ દ્વારા રૂા.૧,૧૧૧ જામખંભાળીયા જલારામ મંદિર દ્વારા રૂા.૧,૧૧૧ એમ દેશનાં વિવિધ શહેરોમાંથી ઈનામોથી વણજાર ચાલુ થઈ ગઈ છે.
આ અગાઉ પણ જૂનાગઢની રઘુવીર સેવા આયોજીત વિરદાદા જશરાજ શૌર્યદિન પ્રસંગે કુ.ધારાએ એવું તો ધાણીફુટ શબ્દોમાં પ્રોત્સાહન પ્રેરક પ્રવચન આપ્યું કે સભાખંડના સર્વે શ્રોતાઓ ઉભા થઈ ગયા અને તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધી, ઈનામોના ઢગલા થયા, ધારાએ તેજ વખતે તે ઈનામની પુરેપુરી રોકડ જલારામબાપાને અર્પણ કરી દીધેલી. તેમની આવી વાકછટાથી પ્રભાવિત થઈને જલારામ ભકિતધામના ત્રિદિવસિય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પ્રાસ્તાવિક ઉદબોધન કરવાનું ટ્રસ્ટીઓએ તેમને સોંપેલુ તે પણ અતિ સરાહનિય બની ગયું હતું. અત્રે નોંધનીય છેકે દાદા જશરાજની શૌર્યગાથા વિષે એવી તો જુસ્સાભેર વાણી વહેતી મુકી, શ્રોતાઓ ઉછળતા રહયા, તાળીઓના અવિરત ગડગડાટ ચાલતો જ રહયો. નિર્ણાયકોની રાહ જાેયા વગર જ ઈનામોના વરસાદ વહેતો થયો. ગિરિશભાઈ કોટેચાએ રૂા.૧,૦૦૦, પ્રોફેસર પી.બી. ઉનડકટ રૂા.૧,૦૦૦ અને પછી તો નાના મોટા ઈનમોનો ધોધ છુટયો. આ દિકરીની ગૌરવ ગાથા અંહી પુરી થતી નથી. બીજે દિવસે પી.બી. ઉનડકટને આ બાલિકાનો ફોન આવ્યો સર, મને મળેલ ઈનામની રકમ હું જલારામબાપાને અર્પણ કરવા માંગુ છું. દિકરીને જલારામ ભકિતધામનીની ધર્મસભામાં બોલાવી, ભકતજનોની હાજરીમાં તેની ભેટ સ્વીકારી અને સન્માનિત કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!