Thursday, January 21

જૂનાગઢમાં શહીદ જવાન ઈમરાન સાયલીને આદિવાસી યુવા સંગઠન દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ

 

મા ભોમની રક્ષા કાજે ભારત દેશના અનેક સપૂતોએ શહીદી વહોરી ભારત દેશની આન, બાન અને શાનમાં અનેક છોગા ઉમેરેલ છે ત્યારે તાજેતરમાં અરૂણાચલ પ્રદેશની સીમા ઉપર ભારત દેશના ત્રણ વીરલાઓ આકસ્મિક ઘટનાને લઇ શહીદ થતા ભારતની ફૌજમાં ગમગીની છવાઈ હતી. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ઇમરાન સાયલી શહીદ થયેલ છે જેને શહિદ સ્મારક તળાવ દરવાજા જૂનાગઢ ખાતે સિદી આદિવાસી યુવા સંગઠન દ્વારા શ્રદ્ધાંજલિ અર્ણ કરવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જૂનાગઢના સર્વપક્ષીય આગેવાનો જાેડાયા હતા. આ તકે સૌપ્રથમ શહીદી વહોરનાર ઇમરાન સાયલીને પુષ્પ ગુચ્છ અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા બાદ ઉપસ્થિત લોકોએ બે મિનિટ મૌન પાળી ‘શહીદો અમર રહો, ઇમરાન સાયલી અમર રહો’ના નારા લગાવાતાં વાતાવરણ ગમગીની સાથે ભક્તિમય બની ગયું હતું. શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં સીપીએમના બટુકભાઈ મકવાણા, જિશાન હાલેપોત્રા, સોહેલ સિદ્દીકી, એજાઝ મકરાની, કેડી સગારકા, નટુભાઈ પોકીયા, અમિત પટેલ, મનોજભાઇ જાેષી, કેશુભાઈ ઓડેદરા, રજાકભાઈ હાલા, કિશોર હદવાણી, અશરફ ભાઈ થયીમ, લાતીફબાપુ કાદરી, આસિફભાઈ સાંધ, રેહાન બાબી, સિદી સમાજના પ્રમુખ નૂર મોહંમદ મકવાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સિદી આદિવાસી યુવા સંગઠનના પ્રમુખ આસિફભાઈ મોતીયા, ઉપપ્રમુખ મોઇન મકવાણા, મંત્રી સાજીદ ચોટીયારા, શાહબાઝ મૂલીમાં, સોહિલ નોખી, ઇમરાન મજગુલ, સબીર વાસિંગા સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!