જૂનાગઢ શહેરનાં દાણાપીઠ વિસ્તારમાં ભારે વાહનોના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને માર્ગ બ્લોક કરી દેવામાં આવે છે તંત્રના જાહેરનામા પ્રમાણે સવારના આઠથી રાત્રિના આઠ સુધી ભારે વાહનોને શહેરમાં નો એન્ટ્રી હોય છે પરંતુ દાણાપીઠ વિસ્તારનાં વેપારીઓ બપોરના સમયે તેમનો માલ મંગાવતા હોય છે અને તેના કારણે ટ્રક મારફત તેમનો માલ આવતા દાણાપીઠ વિસ્તાર આખો બ્લોક થઈ જાય છે ત્યારે ત્યાંથી નીકળવું ભારે પડે છે. દિવસ દરમ્યાન ભારે વાહનો શહેરી વિસ્તારમાં આવી ચડે છે પરંતુ પોલીસ તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. ભારે વાહનોના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ છે. ટ્રક ચાલકોને પૂછતા તેમણે જણાવ્યું કે અમને તો જ્યારે માલ ઉતારવાનું કહે ત્યારે અમારે આવવું પડે છે તે માટે સંપૂર્ણ જવાબદાર વેપારીઓ હોઈ શકે દિવસ દરમ્યાન ભારે વાહનો શહેરમાં જતા ભારે હાલાકીનો સામનો સ્થાનિક લોકોને કરવો પડી રહ્યો છે. ત્યારે ભારે વાહનોને શહેરમાં ચોકકસ સમય મુજબ જ અવર-જવર કરવાની હોય તેવું જાહેરનામું ટ્રક ચાલકોને ખબર જ નથી હોતી કે શહેરમાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ છે. તંત્ર દ્વારા વર્ષો પહેલા એક જાહેરનામું સર્કલ ચોક પાસે બોર્ડમાં લગાવેલું છે પરંતુ તે જાહેરનામાનું બોર્ડ ધૂળ ખાઇ રહ્યું છે અને જાહેરનામું શું છે તે ખબર જ નથી. માટે ફરી એકવાર તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે અને દાણાપીઠ વિસ્તારમાં બોર્ડ લગાડવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews