એવું લાગે છે કે, ભાજપના આઈટી સેલે ખેડૂતોના દેખાવોને નિશાન બનાવવાનું કામ ચાલી કરી દીધું છે. તેમના વિરોધી અભિયાન હવે શરૂ કરી દેવાયું છે. ટિ્વટર ઉપર એક હેશટેગ ટ્રેન્ડ કરવામાં આવી રહ્યું છે કે હવે ખેડૂતો મોદી સાથે છે. આ ટિ્વટર હેશટેગ ઉપર કેન્દ્રની મોદી સરકાર તથા ખેડૂત કાયદાના સંબંધમાં અનેક સમર્થનવાળી ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. ત્યાં પંજાબ અને મહારાષ્ટ્રના ખેડૂતોના વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે કેન્દ્રની મોદી સરકારના આ કાયદાની મદદથી ખેડૂતોને કેટલો ફાયદો થઈ રહ્યો છે. વીડિયોમાં અનેક ખેડૂતોને વડાપ્રધાન મોદીના સમર્થક ગણાવી દેવાયા છે. પોપ્યુલર સિંગર દલેર મહેંદીના એક વીડિયોમાં ખેડૂતોને કાયદાને સમર્થન આપવા અપીલ કરવામાં આવી છે અને મોદીમાં વિશ્વાસ રાખવા અપીલ કરાઈ છે. ટિ્વટર ઉપર આ વીડિયો શેર પણ ભારે માત્રામાં કરવામાં આવી રહ્યો છે. જાે કે ટિ્વટર ઉપર અનેક કાર્ટૂન પોસ્ટ પણ શેર કરવામાં આવી રહી છે તેમાં ખેડૂતોને ખાલિસ્તાની અને ઈસ્લામિસ્ટ કહી દેવામાં આવ્યા છે. ભાજપના ફેસબુક પેજ ઉપર એક પોસ્ટ મૂકવામાં આવી છે જેમાં દર્શાવાયું છે કે ખેડૂતોની આવકને બમણી કરવા માટે સરકાર કેવી રીતે પ્રતિબદ્ધ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews