ઉના તાલુકા ગાંગડા ગામે માથાભારે ઈસમોને જેલ હવાલે કરવા માંગ

ઉના તાલુકાનાં સનખડા ગામનાં બુટલેગરોએ ગરીબ કોળી પરિવારની જમીન કે જે ગાંગડા ગામે આવેલ જે કાવતરૂ રચી અને જમીન માલિકને પોતાની જમીનમાં પગ ન મુકવા માટે કાવાદાવા કરી હેરાન કરવાનું અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. જયારે બીજી બાજુ જમીન માલિકએ પોતાની મરણ મુડીએ ભેગી કરેલ ખેતીની જમીન માટે ગીર-સોમનાથ જીલ્લા કલેકટર કચેરી તથા પોલીસ વડાને નવા કાયદા મુજબ આવા માથાભારે બુટલેગરોને ગુનો નોંધી અને જેલ હવાલે કરવા ફરિયાદ કરેલ છે. જયારે બીજી બાજુ એ પણ જાણવા મળેલ છે કે આવા માથા ભારે શખ્સોને ભાજપનાં કોઈ આગેવાન મદદગારી કરતા હોવાનું ગાંગડા ગામેથી જ જાણવા મળેલ છે. ત્યારે મનુ રાજા સોલંકી પોતાની જમીનમાં કયારે પોતાની જમીનમાં ખેતી કરવા મળશે તેની હવે રાહ જાેવાની રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!