રાજકોટ પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરી લાખો રૂપિયોનાં વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા

0

ન્યુ યર પાર્ટી યોજાવાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ન્યુ યર પાર્ટી યોજાય તે પૂર્વે જ રાજકોટ શહેર પોલીસ દ્વારા એક બાદ એક વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમજ રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા બે જુદી જુદી જગ્યાએ દરોડો પાડવામાં આવ્યા છે. જેમાં બે લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તો સાથે જ બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ગઢવીએ જણાવ્યું હતું કે, અમારા પીએસઆઇ એસવી ખાખરાની ટીમને બાતમી મળી હતી કે, અતુલ મનસુખભાઈ મકવાણા નામનો વ્યક્તિ કુવાડવા ગામથી સરદાર તરફના રસ્તે જય વિદેશી દારૂનો જથ્થો ભરીને કારમાં રાજકોટ શહેરમાં કટીંગ અર્થે લાવી રહ્યો છે. ત્યારે ચોક્કસ બાતમીના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અતુલ મકવાણા વોચમાં હતી. ત્યારે અતુલ મકવાણા કારમાં કુવાડવા ગામથી સરદાર તરફ આવતા રસ્તેથી પસાર થતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ફિલ્મી ઢબે તેનો પીછો કરવામાં આવ્યો હતો. ત્યારે અતુલ મકવાણા સરધાર ગામથી ભરૂડી ટોલનાકા સુધી પહોંચતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. અતુલ પાસે આવી રહેેલી કારમાંથી મેકડોવેલ્સ વીસકી બોટલ નંગ ૧૪૪, રોયલ ચેલેન્જ વીસકી બોટલ નંગ ૭૨ મળી આવી હતી. ત્યારે કાર તેમજ વિદેશી દારૂના મુદ્દામાલ સહિત કુલ ૩૪૩૬૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તો બીજી તરફ રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પણ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી ધોળાએ જણાવ્યું હતું કે, અમારા પીએસઆઈ વીપી આહીર અને તેમની ટીમને બાતમી મળી હતી કે, અનુપમભાઈ ઉર્ફે અનિલ હાલોરી નામનો વ્યક્તિ પ્રોહીબીશનના ધંધા સાથે સંકળાયેલો છે. ત્યારે ચોક્કસ બાતમીના આધારે અમારી ટીમ દ્વારા ન્યુ ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર પંડિત દિન દયાલ આવાસ યોજના ક્વાર્ટરની પાછળ આવેલા એક ખરાબાની જગ્યામાં રેડ કરતા દારૂના જથ્થા સાથે અનુપમ મળી આવતા તેની દારૂના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!