અંગ્રેજાેની હકુમતમાંથી દેશને આઝાદી અપાવવા અનેક નેતા, કાર્યકરો ઝઝુમ્યા, મોતને ભેટી શહીદી વહોરી અને આખરે દેશ આઝાદ થયો. ત્યારબાદ દેશી રજવાડાના વિલીનીકરણ માટે સરદાર વલ્લભભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી અને અખંડ ભારતનું સર્જન થયું હતું. એ રાજવીઓના વશંજ શાલીનતા સાથે આજે પણ પોતાના જુના રજવાડા વિસ્તારમાં શાનભેર જીવન વ્યતિત કરતા હોય છે. પરંતુ અખંડ ભારતમાં વસ્તા રાજવી પરિવારો એકમેકને સુપેરે ઓળખતા ન હોય એવું મોટે ભાગે બને છે. ઉપરાંત જે ખમીર અને ખુમારીથી, સંસ્કાર અને શાલીનતાથી તેમના પૂર્વજાે જીવ્યા, જે પૂર્વજાેના શાણપણ અને સૂઝબૂઝથી શાસન ચાલતું હતું. સંસ્કૃતિરૂપી પુષ્પનો પમરાટ પ્રસરતો હતો તેનાથી રાજવી પરિવારની નવી પેઢી સહિત દેશવાસી અનભિજ્ઞ બનતા જાય છે અને જાે આવું લાંબું ચાલે તો ગુજરાતના ૨૨૨ સહિત દેશના ૫૬૨ રાજવી પરિવારની સંસ્કૃતિને લુણો લાગે છે તેની પીડા એક યુવા રાજવી અને હિન્દુ ધર્મના ઉંડા અભ્યાસુ અર્જુનસિંહ ઠીકરિયાને થઇ છે તેથી વડોદરામાં વસ્તા રોયલ ફેમિલીના પ્રોફેસર ડો. રાજેન્દ્રસિંહ રાઠોડ(પૂર્વ મેયર) પાસે પહોંચ્યા હતા અને રાજેન્દ્રસિંહે આશીર્વાદ અને માર્ગદર્શન આપતા ભૂપેન્દ્રસિંહ રાઠોડ, નરેન્દ્રસિંહ રાજાવત, માંડવાકુંવર પૃથ્વીજીતસિંહ રાના સહિતના ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાનના અન્ય રાજવીઓનો સાથ મળ્યો છે. રાજવી સંસ્કાર “ખમ્માગણી”ને ઉજાગર કરવા ભારતભરમાં પરિભ્રમણ કરવામાં આવ્યું હતું. તેના પરિપાકરૂપે સર્જાયું ‘ધ રોયલ મેનર્સ’ મેગેઝીન જેમાં સમગ્ર ભારતમાં વસ્તા રાજવીઓના પરિચય, કૂળ, ગોત્ર, સંસ્કાર સહિતની રસપ્રદ માહિતી પીરસાશે જે વાંચી નવી પેઢી ભવ્ય ભૂતકાળને જાણી સાચા સંસ્કારને પોતાના જીવનમાં ઉતારીને દેશનું નામ રોશન કરવા જાેડાઈ શકશે. આવા આશાવાદ સાથે વડોદરામાં ડો. રાજેન્દ્રસિંહ રાઠોડના હસ્તે ધ રોયલ મેનર્સના અંકને વિમોચિત કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, આ નયનરમ્ય મેગેઝીન સમગ્ર ભારતમાં સંસ્કૃતિપ્રેમીઓને નિઃશુલ્ક આપવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews