ખંભાળિયામાં કિસાન આંદોલન અંગે બંધની કોઈ અસર નહીં

0

 

ભારતમાં કિસાન કાયદા અંગે ઠેર ઠેર વિરોધનો માહોલ પ્રસરી જાેવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી નવા કિસાન કાયદા અંગેની મડાગાંઠ તથા કેન્દ્ર સરકાર વચ્ચે ખેડૂત આગેવાનોની ચર્ચા- વિચારણાઓ પડી ભાંગતા આખરે આજરોજ મંગળવારે ખેડૂત મંડળો દ્વારા સમગ્ર દેશમાં ઠેર-ઠેર હડતાલ આંદોલનનું એલાન આપવામાં આવ્યું
હતું.
આ આંદોલનને કોંગ્રેસ દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં બંધની કોઈ અસર જાેવા મળી ન હતી. અહીંની મેઈન બજાર, જાેધપુર ગેઈટ, નગર ગેઈટ, શાક માર્કેટ, વિગેરે કોમર્શિયલ વિસ્તારો રાબેતા મુજબ ચાલું રહ્યા હતા. આ ઉપરાંત ખંભાળિયાનું માર્કેટિંગ યાર્ડ પણ સવારથી નિયમિત રીતે ધમધમ્યું હતું. આટલું જ નહીં, દેશ વ્યાપી આંદોલનના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલાની સૂચના અને માર્ગદર્શન મુજબ અહીંના એએસપી હિરેન્દ્ર ચૌધરી, ડીવાયએસપી સમિર સારડા સહિત એલસીબી તથા એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા ખંભાળિયા સાથે સમગ્ર જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. કિસાન પ્રશ્ને ટેકો આપતા ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાશિનભાઈ ગજ્જન, એભાભાઈ કરમુર, મુળુભાઇ કંડોરીયા, માજી મંત્રી ડૉ. વારોતરિયા, દેવુભાઈ ગઢવી, કાંતિભાઈ નકુમ, કલ્યાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજાભાઈ પોસ્તરિયા સહિતના કાર્યકરો અહીંના માર્કેટિંગ યાર્ડ ખાતે એકત્ર થઇ અને બંધ માટેની અપીલ કરવા ગયા હતા. તેઓએ ખેડૂતોના પ્રશ્ને સૂત્રોચ્ચાર કરતા ફરજ ઉપર રહેલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આશરે બે ડઝન જેટલા કોંગી નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!