Wednesday, January 20

સોરઠ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં બંધને મિશ્ર પ્રતિસાદઃ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ-શહેરોમાં ઓછી અસર

 

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જેને સોરઠ અને સૌરાષ્ટ્ર – કચ્છમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે અને કોઇ ગામો સજ્જડ બંધ રહ્યા છે તો કોઇ ગામો અને શહેરોમાં બંધની કોઇ અસર જાેવા મળી નથી અને જનજીવન પૂર્વવત છે. આજે સવારથી જ પોલીસે કોંગ્રેસ, કિસાન સંઘ, ખેડૂત આગેવાનો, કાર્યકરોની બંધ કરાવવા નીકળે તે પહેલા જ અટકાયત કરી લેવામાં આવી છે અને ગામે-ગામ તથા શહેરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. લોધીકા, માળીયાહાટીના, અજાબ, મોટી પાનેલી, ભાણવડ, ટંકારા સહિતના ગામો સજ્જડ બંધ રહ્યા હતા.
જૂનાગઢ જીલ્લાનાં કેશોદ, વિસાવદર, ભેંસાણ, મેદરડા, માણાવદર, બાંટવા, વંથલી વગેરે શહેરોમાં પણ બંધની અસર જાેવા મળી હતી. જે અંગેનાં પ્રાપ્ત અહેવાલ અનુસાર
માળીયા હાટીના ઃ માળીયા હાટીના જુનાગઢ જિલ્લાનું માળીયા હાટીના આજે સજ્જડ બંધ રહ્યું છે અને ખેડૂત આગેવાનોની અપીલને વેપારીઓએ સમર્થન આપ્યું છે.
કેશોદનું અજાબ સજ્જડ બંધ ઃ કૃષિ કાયદના વિરોધમાં ખેડૂતોના ભારત બંધના એલાનને લઇ આજે તાલુકાના અજાબ ગામના વેપારીઓએ ધંધો રોજગાર બંધ રાખતા અજાબ સજ્જડ બંધ રહેલ હતું. ખેડૂતોએ શાકભાજી અને દૂધનું વેચાણ પણ કર્યું ન હતું.
ઉપલેટા ઃ ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. દિલ્હીના આંદોલનકારી ખેડૂતોએ ભારતબંધનું એલાન આપેલ છે. ખેતીના ત્રણ કાળા કાયદા દુર કરવાની માંગણી સાથે જાહેર થયેલા ભારત બંધનો ઉપલેટામાં કિશાનસભા અને કોંગ્રેસના આગેવાનો પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ઉપલેટાના પીઆઇએ અટકાવ્યા હતા. ભારત બંધનો પ્રચાર ન કરી શકો તે મુદ્દા ઉપર અટકાયત કરી હતી. કિશાનસભાના રાજ્ય પ્રમુખ ડાયાભાઇ ગજેરા અને ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગર તેમજ કિશાનસભાના કાળાભાઇ બારૈયા, લખમણભાઇ ભોપાળા, કમલેશભાઇ વ્યાસ, ભૂપતભાઇ કવેરીયા સહિતનાઓની અટકાયત કરી પોલીસે ભારત બંધનો પ્રચાર અટકાવ્યો છે. આ તકે દિનેશભાઇ કંટારીયા, ખીમાભાઇ આલ, લખમણભાઇ પાનેરાએ આ અટકાયતને વખોડી કાઢી છે.
ધોરાજી ઃ ધોરાજી ભારત બંધના પગલે ધોરાજીમાં આજે બંધ જાેવા મળેલ અને સવારના ૯ કલાક આસપાસ અમુક વિસ્તારોમાં અમુક દુકાનો ખુલી હતી. કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનોએ ૮ ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપેલ જેના પગલે ધોરાજીમાં આજે બજારો બંધ રહેલ હતી અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધોરાજીના પીઆઇ જાડેજા અને સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવેલ હતો અને ધોરાજી માર્કેટીંગ યાર્ડના વેપારીઓ પોતાના ધંધા બંધ રાખી ખેડૂતોની વાતમાં સૂર પુરાવેલ હતો અને હરરાજીનું કામકાજ બંધ છે.
ભાવનગર ઃ ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન આપેલ જેને કોંગ્રેસ અને કિશાન સભાએ ટેકો આપ્યો છે. જ્યારે ચેમ્બર ઓફ કોમર્સએ વેપારીઓને દુકાનો ખુલ્લી રાખવા અનુરોધ કર્યો હતો. ભાવનગર જિલ્લા કલેકટરે શહેર – જિલ્લામાં આજથી તા. ૧૩ સુધી ચાર કે તેથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધનું જાહેરનામુ બહાર પાડયું છે અને તેના ભંગ બદલ ફોજદારી કેસ કરવામાં આવશે. દરમ્યાન ભાવનગર શહેર – પ્રમુખ કોંગ્રેસના પ્રકાશભાઇ વાઘાણી, પ્રદેશ અગ્રણી લાલભા ગોહિલ, વિપક્ષના નેતા જયદિપસિંહ ગોહિલને પોલીસે વહેલી સવારે પાંચ વાગ્યે જ તેના ઘરેથી અટકાયત કરી હતી. બંધને અનુલક્ષી શહેર – જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જાે કે ભાવનગરમાં બંધને નબળો પ્રતિસાદ સાપડયો હતો.
વડિયા ઃ નવા કૃષિ સુધારાના બિલના વિરોધમાં પંજાબ – હરિયાણાથી ચાલુ થયેલા આંદોલનના સમર્થનમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ. જેથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં ૧૪૪ની કલમ લાગુ કરવામાં આવી હતી. આજે સવારમાં વડિયાની ઘણી ખરી ખેડૂતો સાથે જાેડાયેલી દુકાનોએ બંધ રાખીને આંશિક સમર્થન આપ્યું હતુ. ત્યાર બાદ વડિયાના શિવાજી ચોકમાં આવેલા જાહેરબોર્ડ ઉપર ગ્રામપંચાયતના સરપંચ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા બંધને સમર્થન ના આપતા દુકાનો ખોલવાની વિનંતી રૂપે લખાણ લખતા રાબેતા મુજબ દુકાનો ખુલી હતી. અને જનજીવન રાબેતા મુજબ ધમધમતૂ જાેવા મળ્યું હતુ. ટૂંકમાં વડિયામાં ભારત બંધના એલાનને આંશિક સમર્થન મળ્યું હોય તેવું જાેવા મળી રહ્યુ છે.
મોટી પાનેલી ઃ ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં ખેડૂતોના ભારત બંધના એલાનને પગલે પાનેલી કિશાન સંઘ દ્વારા બે દિવસ પહેલા જ વેપારી એશોસીએશનના હોદેદારો સમક્ષ પાનેલીના વેપારીઓને બંધમાં જાેડાવા રજૂઆત સાથે એપિલ કરવામાં આવેલ જેને લઈને વેપારી એશોસીએશન દ્વારા કિસાન સંઘની રજૂઆત ધ્યાનમાં લઇ અડધો દિવસ બંધમાં જાેડાઈ કિસાન સંઘને સહકારની ખાત્રી આપેલ અને પાનેલી ગામ બપોર સુધી બંધ રહેવાની અગાઉ થી જ જાહેરાત કરવામાં આવી હતી જેને પાનેલીના તમામ નાના મોટા વેપારીઓએ જબરો પ્રતિસાદ આપી આજે ગામની તમામ બજારો લીમડા ચોક કાળવા ચોક આઝાદ ચોક બસ સ્ટેન્ડ રોડ પોસ્ટ ઓફિસ રોડ માંદાસણ રોડ સજ્જડ બંધ રાખેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!