નેપાળ અને ચીને વિશ્વના સૌથી ઊંચા પર્વત એવા માઉન્ટ એવરેસ્ટની નવી સત્તાવાર ઉંચાઈ સંયુક્ત રીતે જાહેર કરી છે. માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈ ૮,૮૪૮.૮૬ મીટર હોવાનું જણાવાયું છે. નેપાળ સરકારે એવરેસ્ટની સચોટ ઊંચાઈ માપવાનો ર્નિણય કર્યો હતો. એવરેસ્ટની ઊંચાઈને લઈને છેલ્લા ઘણા વર્ષોથી માંગ ઉઠી હતી અને ચર્ચા થઈ રહી હતી. એક અંદાજ મુજબ ૨૦૧૫માં આવેલા વિનાશક ભૂકંપ તેમજ અન્ય કુદરતી કારણોસર એવરેસ્ટની ઊંચાઈમાં આંશિક બદલાવ આવ્યો હતો. વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાલવીએ જણાવ્યું કે નેપાળે એવરેસ્ટની ઊંચાઈ ૮,૮૪૮.૮૬ મીટર હોવાનું માપ્યું છે. નવી ઊંચાઈ અગાઉ કરાયેલા સર્વેક્ષણની તુલનાએ ૮૬ સેન્ટિમીટર વધુ છે. ભારત સર્વેક્ષણ દ્વારા ૧૯૫૪માં કરાયેલી માપણી વખતે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ૮,૮૪૮ મીટર છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ૧૮૪૭માં ૮,૭૭૮ મીટર માપવામાં આવી હતી પરંતુ ૨૦૨૦માં નેપાળ અને ચીને સંયુક્ત પ્રયાસ કરીને નવી સંશોધીત ઊંચાઈનું આંકલન કર્યું છે. નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાવલી અને તેમના ચીનના સમકક્ષ વાંગ યીએ એક કાર્યક્રમ દરમ્યાન કાઠમાંડુ અને બેઈજિંગમાં એક સાથે સત્તાવાર રીતે માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈની જાહેરાત કરી હતી. નેપાળના વિદેશ મંત્રીએ કહ્યું કે આ એક ઐતિહાસિક દિવસ છે. માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈ ૮,૮૪૮.૮૬ મીટર છે. નેપાળ દ્વારા ૨૦૧૧થી એવરેસ્ટની ઊંચાઈ માપવાનું કામ ચાલી રહ્યું હતું. નેપાળના સર્વેક્ષણ વિભાગ સચોટ માપ સેન્ટિમીટરમાં છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews