દ્વારકા તાલુકાના મિઠાપુર ગામેથી બહુજન ક્રાંતિ મોર્ચાના તેમજ કોંગ્રેસના ૭ જેટલા કાર્યકરો બાઇક લઇને કિસાન આંદોલનને સમર્થન આપવા દ્વારકાની પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપવા નીકળ્યા હતા ત્યારે આવેદન પત્ર દેવા કચેરીએ પહોંચે તે પહેલા ૭ જેટલા કાર્યકરોની દ્વારકા પોલીસે દ્વારકાના રૂપણબંદર ચેક પોસ્ટ પાસેથી અટક કરી હતી અને પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા જયાં તમામ કાર્યકરો ઉપર જીટીએફની કલમનો ગુન્હો નોંધી જામીન ઉપર મુકત કરાયા હતા. કાર્યકરો પાસેથી આવેદન પત્ર દ્વારકા પોલીસે લઇ પ્રાંત કચેરીએ ફોરવર્ડ કર્યું હતું. ખેડુતો દ્વારા ભારત બંધનું એલાન હોવાથી હડતાલના પગલે દ્વારકાની બજારો ખુલ્લી જાેવા મળી હતી જયારે હાઇવે ઉપરની અમુક દુકાનોના વેપારીઓએ દુકાનો બંધ કરી બંધના એલાનને સમર્થન આપ્યુ હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews