કોડીનાર પાસે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બે મિત્રોના મોત

 

કોડીનારના ભવદીપ દિનેશ અપરનાથી(બાવાજી) એકોડીનાર પોલીસમાં જણાવ્યું હતું કે, તે તેમના મિત્ર કુશ અરશીભાઇ કામળીયા, જીતુભાઇ ધીરૂભાઇ ચુડાસમા, અલ્પેશ ભોજાભાઇ વાજા તથા મોસીન સબીર મન્સુરી એમ પાંચ જણા દિવ ફરવા જવાનું આયોજન કરેલુ હોય કોડીનારથી તેઓ પાંચેય મીત્રો વર્ના ગાડી નં.૯૩૦પ આરઇ ૬૦રર લઇને દિવ ફરવા ગયેલ જયાંથી તેઓ રાત્રીના સાડાઆઠ વાગ્યા પછી કોડીનાર તરફ આવવા રવાના થયેલ જેઓ સાડાનવ આસપાસ માલગામ આગળ આવેલ ઝાપકા હોટલ નજીક પહોંચવાના થયેલ એ દરમ્યાન આગળ જતા એક ટ્રક ચાલક નં. જીજે ૩ર ટી ૮૬૩૭ આગળ કાવા મારતો જતો હોય તેમની સાઇડ કાપવા જતા તેની પાછળ ધડાકા ભેર અથડાઇ જતા કાર આગળથી ભુકો થઇ ગયેલ જેમાં આગળ બેસેલા જીતુભાઇ ચુડાસમા તથા તેની પાછલી સીટમાં બેસેલા અલ્પેશભાઇ વાજાને માથામાં ગંભીર ઇજા થવાથી મૃત્યું નિપજયા છે. જયારે કાર ચાલક કુશ કામળીયાને માથામાં ગંભીર ઇજા થવા પામી છે. જયારે ફરીયાદી ભવદીપભાઇ તથા મોસીનભાઇને નાની મોટી ઇજા થઇ હતી બનાવ બાદ બાજુની વાડીમાં રહેતા મનુભાઇ છાત્રોડીયા તુરતજ ઘટના સ્થળે આવી જઇ ૧૦૮માં ફોન કરેલ અને કારમાંથી ઇજા પામેલા યુવાનોને બહાર કાઢવામાં માનવતા ભરી મદદ કરી હતી અકસ્માતથી આશાસ્પદ બે યુવાનોના મૃત્યુથી કોળી સમાજમાં ગમગીની ફેલાઇ ગઇ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!