દ્વારકા ચરકલા હાઇવે રોડ ઉપર વહેલી સવારે કાર વડલા સાથે અથડાતા મિઠાપુરના ગાયક કલાકારનું મોત

0

 

દ્વારકા ખંભાળિયા હાઇવે ચરકલા હાઇવે રોડ ઉપર વહેલી સવારે કાર વડલા સાથે અથડાતા દ્વારકા તાલુકાના મિઠાપુર ગામે રહેતા ગાયક કલાકારનું મૃત્યું નિપજ્યુ હતું. બનાવની વિગત અનુસાર દ્વારકા તાલુકાના મિઠાપુર ગામે રહેતા ગાયક કલાકાર રમેશભાઇ નારણદાસ દુધ્રેજીયા (ઉ.વ.૪૨) ભાણવડ અને ધોરાજી ગામેથી પોગ્રામ પતાવી ફન્ટી કાર લઇ પોતાના ગામ મિઠાપુર જતા હતા ત્યારે સવારે દ્વારકા ખંભાળિયા હાઇવે ચરકલા રોડ ઉપર પહોંચતા ત્યાં હાઇવે ટચ આવેલ એક વડલા સાથે કાર જાેરદાર અથડાય જતા કારના આગળનો ભાગ ડુચો બોલી ગયેલ અને રમેશભાઇ લોહી લુહાણ હાલતમાં નજરે પડેલ હતા. ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ દ્વારકા ૧૦૮ને ફોન કરતા તુરત ઘટના સ્થડે પહોંચી હતી અને ગંભીર ઇજા થતા ૧૦૮માં પ્રથમ સારવાર આપી હતી. ત્યાંથી દ્વારકા સરકારી હોસ્પિટલે લઇ જતી વેળાએ સારવાર મળે તે પહેલા જ રમેશભાઇનું રસ્તામાં મોત થયું હતું. અકસ્માતની જાણ થતા દ્વારકા પીઆઇ પી.બી.ગઢવી સહીતનો સ્ટાફ ઘટના સ્થળે જઇ તપાસ આરંભી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!