ગીર-સોમનાથ જીલ્લાનાં શહેરોમાં બંધની નહીવત અસર

0

 

ખેડૂતો અને વિપક્ષી પક્ષોના ભારત બંધ એલાનની ગીર-સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ, સોમનાથ તેમજ તાલાલા, કોડીનાર અને ઉના શહેરોમાં નહીવત અસર જાેવા મળી હતી. સુત્રાપાડા તથા વેરાવળના માર્કેટીંગ યાર્ડ રાબેતા મુજબ ચાલું રહેલ જ્યારે બજારો પણ ખુલી જાેવા મળી રહેલ હતી અને કોંગ્રેસના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ બંધ કરાવવા નીકળતા પોલીસે તેમની અટક કરેલ હતી. જયારે વેરાવળ તાલુકાનું પાટનગર ગણાતા સુપાસી ગામે જડબેસલાક બંધ પાડી ખેડૂતોને ન્યાય અપાવીને જ જંપીશું તેવા સુત્રોચ્ચાર કરેલ હતા. ગીર સોમનાથના જીલ્લાના મુખ્ય મથક વેરાવળ સોમનાથમાં સવારે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઇ ગોહેલ, શહેર પ્રમુખ દિનેશભાઇ રાયઠઠા સહીતના કોંગી આગેવાનો અને કાર્યકરો બજારો બંધ કરાવવા સુત્રોચાર કરતા નીકળેલ હતા ત્યારે આ તમામ કોંગી નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. બંધમાં જીલ્લાના મુખ્ય મથકના વેરાવળ-સોમનાથનાં જાેડીયા શહેરમાં નહીવત અસર જાેવા મળતી હતી અને તમામ બજારો રાબેતા મુજબ ખુલી રહી હતી. કૃષી બિલના વિરોધમાં ખેડૂત સંગઠનો અને વિપક્ષી પાર્ટીઓ દ્વારા અપાયેલ ભારત બંધના એલાનમાં ગીર-સોમનાથ જીલ્લાના વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, તાલાલા અને ઉના સહીતના પાંચેય માર્કેટીંગ યાર્ડ જાેડાયેલ નહી અને તમામ માર્કેટીંગ યાર્ડ રાબેતા મુજબ ચાલું રહી નિયમિત કામકાજ થયેલ હોવાનું યાર્ડના સુત્રોમાંથી જાણવા મળેલ છે. જીલ્લામાં આવેલા આ પાંચેય યાર્ડ ભાજપ શાસિત હોવાથી બંધના એલનમાં જાેડાયેલ ન હોય અને રાબેતા મુજબ યાર્ડમાં વેપાર કામકાજ ચાલું રહેલ હતા જયારે ગ્રામ્ય વિસ્તારોમાં આંશીક બંધની અસર જાેવા મળેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!