દ્વારકામાં શિવરાજસિંહ રોડ પાસે જુની નગર પાલીકા સામે આવેલ ગઈકાલે બપોરના સમયે દેવભુમિ મેડીકલમાં શોર્ટ સર્કીટને કારણે આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટે ગોટા નજરે પડયા હતા. મેડીકલની ઉપર ત્રણ માળની આદિત્ય હોસ્પીટલમાં પણ આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. આગ લાગતા આજુબાજુના રહેવાસીઓમાં હડકંપ મચી જવા પામ્યો હતો. દ્વારકા નગરપાલીકાના ફાયર સ્ટાફને જાણ થતા પ્રવિણભાઇ કાપડી, જીતુ કારડીયા તેમજ ૧૧ જવાનો ફાયર બ્રિગેડના બે વોટર બ્રાઉઝર લઈ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચાલુ કર્યો હતો. મેડીકલ સહિત હોસ્પીટલના માળ બળીને ખાખ થય ગયા હતા. મેડીકલમાં રહેલ તમામ દવાઓના જથ્થો, હોસ્પીટલમાં રહેલ ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ થઈ ગયેલ હતી. આગ એટલી ભયંકર લાગી હતી કે, ફાયરના જવાનોએ એક કલાકની સુધી સતત પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. જાે કે, બપોરના સમયે આગ લાગતા મેડીકલ અને હોસ્પીટલ બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આગ લાગતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટયા હતાં. નગરપાલીકા ચિફ ઓફિસર ચેતન ડોડીયા, પ્રમુખ જયોતિ સામાણી સહિત પાલીકા સ્ટાફ, પીજીવીસીએલ સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સાંજ સુધી પોલીસ ચોપડે આગ લાગ્યાની નોંધ લેવાઈ નહોતી, પોલીસ પણ ફરીયાદ લેવાની રાહ જાેઇ રહી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews